Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

શાળાઓમાં છાત્રો માટે નવા પ્રવેશનું માપદંડ - માર્ગદર્શન જાહેર કરવા રજૂઆત

શિક્ષણ બોર્ડના અધ્યક્ષને પત્ર પાઠવી રજૂઆત કરતા પ્રિયવદન કોરાટ

રાજકોટ, તા. ૧૦ : કોવિડ-૧૯ની સ્થિતિમાં શાળાઓ શરતોને આધીન શરૂ થશે ત્યારે શાળામાં પ્રવેશ અંગેની માર્ગદર્શક સુચનાઓ જાહેર કરવા માંગ ઉઠી છે.

શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવદન કોરાટે શિક્ષણ બોર્ડના અધ્યક્ષને પત્ર પાઠવીને જણાવ્યુ છે કે કોવિડ-૧૯ની સ્થિતિમાં ગુજરાતમાં અભ્યાસ બંધ છે. ધંધા - રોજગારમાં મંદી બંધ થવાને કારણે અનેક લોકો શહેરમાંથી વતન ચાલ્યા ગયા છે. તેઓએ લીવીંગ સર્ટીફીકેટ પણ કઢાવી લીધુ છે. મે માસમાં કાઢેલ ત્રણ કે ચાર માસ બાદ કેવી રીતે પ્રવેશ આપવો? જેની જરૂરી માર્ગદર્શન સુચના જાહેર કરવા માંગ કરી છે.

(4:08 pm IST)
  • ભરૂચ :અંબિકા જવેલર્સમાં થયેલી લુંટનો ભેદ ઉકેલાયો : પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ : ચાર પૈકી એક આરોપી ટેકસટાઇલ એન્જીનીયર: ઝડપાયેલા આરોપીઓ મૂળ યુ.પી.ના અને હાલ સુરતના રહેવાસી:પોલીસે લૂંટમાં ગયેલ મુદ્દામાલ રિકવર કર્યો:લૂંટ બાદ આરોપીઓ સુરતથી અવધ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ભાગવાની ફિરાકમાં હતા access_time 2:24 pm IST

  • ગાંગુલી યુએઇ જવા માટે રવાના : આઇપીએલ ર૦ર૦ ટુર્નામેન્ટની તૈયારીઓનું નિરીક્ષણ કરવા BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી યુ.એ.ઇ.જવા રવાના થયા ત્યારે ઈન્સ્ટ્રાગ્રામમાં ફોટા શેર કર્યા છે. access_time 6:17 pm IST

  • અમદાવાદના પાલડી સર્વે વિસ્‍તારમાં આંબેડકર રિવર બ્રીજની બીજી બાજુ કેન્‍દ્ર સરકારના ઉડ્ડયન ખાતાને જમીન સોંપવામાં આવી છે : અમદાવાદ કોર્પોરશનની સ્‍ટેન્‍ડીંગ કમીટીએ સી પ્‍લેન સર્વિસ માટે સાબરમતી રીવરફ્રન્‍ટ ઉપર વોટર એરોડ્રામ બનાવવા ૪૦૪૭ ચોરસ મીટર જમીન ફાળવી આપી છે : આ વોટર એરોડ્રામનો પ્રારંભ ૩૧ ઓકટોબરે નરેન્‍દ્રભાઈના હસ્‍તે થાય તેવી સંભાવના છે : આ માટે કોન્‍ક્રીટ પ્‍લેટફોર્મ સાબરમતી રીવરફ્રન્‍ટ તરફ રવાના કરવામાં આવ્‍યુ છે : સ્‍પાઈસ જેટ વિમાની સેવા સાબરમતી રીવરફ્રન્‍ટથી સરદાર સરોવર વચ્‍ચે સી પ્‍લેનની સર્વિસ ઓપરેટ કરશે access_time 5:56 pm IST