Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ફટાકડા ફોડવા એ આર્થિક આધ્યાત્મિક, આરોગ્ય દરેક દ્રષ્ટિએ નુકસાનકારક છે

ફટાકડા કદી ન ફોડિએ, આત્માને જીવદયામાં જોડીયે

દીપાવલીના દિવસો નજીક આવી રહ્યાં છે.દીપાવલીનો દિવસ એટલે ભગવાન રામ ૧૪ વર્ષ વનવાસ પૂણઙ્ખ કરી અયોધ્યામાં પદાર્ર્પણ કરે છે તે ઐતિહાસિક ક્ષણ.

પ્રભુ રામ અયોધ્યામાં પધારી રહ્યાં હોય રૈયતને - નગરજનોને ખુશી થાય તે સહજ અને સ્વાભાવિક છે.આવા પ્રસંગે ફટાકડા ફોડીને આનંદ વ્યકત કરવા કરતાં અન્ય રીતે પણ ખૂશી દર્શાવી શકાય છે.કારણકે આપણે માત્ર મનનાં થોડા મનોરંજન અને માની લીધેલો ખોટો આનંદ મેળવવા માટે કેટલું બધું નુકસાન કરી રહ્યાં છીએ.

ફટાકડા ફોડવાથી આર્થિક, આરોગ્ય, આધ્યાત્મિક એમ દરેક પ્રકારે નુકસાન થાય છે. કાળઝાળ મોંઘવારીમાં અમુક લોકોને બે ટાઈમ પૂરૂ ખાવાનું પણ મળતું નથી,શરીર ઢાંકવા પૂરતાં વસ્ત્રો પણ મળતાં નથી,શાંતિથી સૂવા પણ મળતું નથી.અનેક લોકો રેલ્વે અને બસ સ્ટેશને તો કયારેક ફૂટપાથ ઉપર ભૂખ્યા તરસ્યા પડ્યા રહે છે.હજારો રૂપિયાનો ધૂમાડો કરતાં પહેલાં આવા જરૂરીયાતમંદ લોકોનો પણ વિચાર કરજો.આરોગ્યની દ્રષ્ટિએ ફટાકડાના ઝેરી ધૂમાડાથી શ્વાસ અને ફેફસાની ગંભીર બિમારીઓ પણ થઈ શકે છે...!

કયારેક ફટાકડાનો એ બોંબ મોઢું બાળી દે છે,તો કયારેક આંખને ગંભીર નુકસાન કરે છે તો કયારેક કાયમી ખોડ - ખાંપણવાળુ શરીર પણ બનાવી દે છે.નિર્દોષ માણસો દાઝી જાય છે,એક - બીજાઓ સાથે ઝઘડાઓ થાય છે,કોર્ટના કેઈસ થાય છે અને વેરના બીજ રોપાય છે.

આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો ફટાકડા ફોડવાથી છ કાય જીવોની હિંસા થાય છે. ફટાકડાના અવાજથી બિચારા બાપડા અબોલ પશુઓ ભયભીત થઈ જાય છે. કબૂતર,ચકલી વગેરે પંખીઓ જીવ બચાવવા અંધારામાં ઈલેકટ્રીક તારમાં અથડાઈ - ફસાઈ અને મરી જાય છે.ફટાકડાની એ ફૂલઝર કે ભમ ચકરડી હજારો કીડી - મકોડા,પતંગિયાના પ્રાણ હરી લે છે.એ બિચારા જીવો પાસે આપણી જેમ વાચા નથી કે કાંઈ બોલી શકે.ફટાકડા કદી ન ફોડિએ,આત્માને જીવદયામાં જોડીએ..

આ સમયે સાધુ વંદનાની એ પંકિત સ્મરણમાં લાવવાની. 'ધર્મ ઘોષ તણા શિષ્ય,ધર્મ રૂચિ અણગાર...કીડીઓની કરૂણા,આણી દયા અપાર'

મનોજ ડેલીવાળા જણાવે છે કે દિપાવલીનો દિવસ એટલે અનંત ઉપકારી ચરમ અને પરમ તીથઁકર પરમાત્મા પ્રભુ મહાવીરનો નિર્વાણ દિવસ.જૈનો તો પ્રાતઃ કરી ફટાકડા ફોડતા જ નથી..!ઘરના કોઈ સભ્ય પરલોકે પ્રયાણ કરે તો ફટાકડા થોડા ફોડાય...? આ તો શાસનપતિ પ્રભુ મહાવીરનો નિર્વાણ દિવસ. આ દિવસે તો અનેક આત્માઓ પૌષધ વગેરે કરી તપ - ત્યાગમાં રત રહે છે.મહાવીર સ્તુતિ

'પુચ્છિસૂણં' ના રણકાર ગૂંજતા હોય છે. દિપાવલી - મહાવીર નિર્વાણના દિવસે આત્માને પાંચ ઈન્દ્રિયના વિષય અને અઢાર પાપોથી દૂર રાખવા પ્રયત્નશીલ બનવાનું તેમ જ્ઞાની ભગવંતો ફરમાવે છે.પાપથી પાછા વાળે તેને પર્વ કહેવાય.

સંકલન :

મનોજ ડેલીવાળા,રાજકોટ

મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

(11:43 am IST)