Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

મ્યુ. કોર્પોરેશનની તમામ બેઠકો પર કમળ ખીલશે : કમલેશ મીરાણીનો વિશ્વાસ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા અંજલીબેન રૂપાણીના ટેલીફોનિક આશિર્વાદ લીધાઃ આગેવાનો - કાર્યકર્તા દ્વારા પરસ્પર મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવાઇ : ભવ્ય સ્વાગત કરાયુ

રાજકોટ તા. ૧૦ : રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની  સૂચનાથી પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ શહેર ભાજપ  પ્રમુખ તરીકે  કમલેશ મિરાણીને રીપીટ કરી તેની શહેર ભાજપ પ્રમુખ તરીકે પુનઃ વરણી કરવામાં આવેલ  છે ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓ અને તમામ શ્રેણીના કાર્યકર્તાઓ દ્વારા આ નિયુકિતને વધાવીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કમલેશભાઇએ આગામી રાજકોટ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં તમામ બેઠકો પર વિજય મેળવવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

કમલેશ મિરાણી ૩ દાયકાથી રાજકિય ક્ષેત્રે સક્રિયતા સાથે ભારતીય જનતા પાર્ટીના ભગવા રંગે રંગાયેલ કમલેશ મિરાણી રામ જન્મભુમિ આંદોલનમાં પણ ર વખત કારસેવક તરીકે પણ સંમેલીત રહયા છે. ત્યારે ખુબજ નાની વયે રાજકીય કારકીર્દીની શરૂઆત સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ જવાબદારી વહન કરી સફળ નેતૃત્વની ઓળખ બની ગયેલ કમલેશ મિરાણીએ યુવા મોરચાના કાર્યકર્તા તરીકે  નેતૃત્વની શરૂઆત સાથે ભાજપના એ સંઘર્ષકાળમાં યુવા મોરચાના મહામંત્રી અને ત્યારબાદ પ્રમુખ તરીકે જવાબદારી દરમ્યાન યુવાનોના એક આદર્શ નેતા તરીકે પ્રસ્થાપિત થયા. ત્યારબાદ શહેર ભાજપના મંત્રી, મહામંત્રીથી અત્યંત મહત્વની એવી હાલના રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકેની તેમની ભુમિકા અંત્યંત બીનવિવાદાસ્પદ રહી ત્યારે સંગઠનની સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકામાં સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન તથા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન તેમજ એસ.ટી. બોર્ડ અને કેન્દ્રની ટેલીફોન એડવાઈઝરી કમિટિના સભ્ય તરીકે તેમનો ફાળો રાજકોટના વિકાસમાં નોંધપાત્ર રહયો છે. ત્યારે  સતત ૩ ટર્મથી ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાવુ એ એમની લોકપ્રિયતા અને કામ પ્રત્યેની નિષ્ઠા બતાવે છે. ત્યારે કમલેશ મિરાણી હંમેશા એક જાગૃત પ્રહરી રહયા છે. 

રૈયા નગરપાલિકાથી રાજકોટ મહાનગરપાલિકાની તેમની સફળ એક જવાબદાર અને કર્મનિષ્ઠ રાજકારણી અને સમાજસેવકની રહી છે. અને હાલના ન્યુ રાજકોટના વિકાસના વિઝનમાં પણ એમના ઉત્સાહી અને સફળ નેતૃત્વનું યોગદાન રહયું છે.અને કોઈપણ જવાબદારીને સહર્ષ સ્વીકારવાના તેમના સ્વભાવને કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ મહાનગર, શહેરો અને રાજયોમાં તેમને ચૂંટણીલક્ષી વિવિધ જવાબદારીઓ સોંપાતી રહી છે અને કમલેશ મિરાણીએ તેમને સોંપેલ જવાબદારીને બેખુબીથી નિભાવી  સકારાત્મક પરીણામ મળે તેવા પ્રયાસો કરતા આવ્યા છે. ત્યારે બહોળુ મિત્રવર્તૃળ  અને શહેરની જનતાનો પ્રેમ અને વિશ્વાસ ધરાવતા કમલેશ મિરાણી એક રઘુવંશી અગ્રણી તરીકે પણ કાર્યરત છે અને જલારામ મહોત્સવ સમિતિના માર્ગદર્શક તરીકે પણ  દાર્શનિક ભુમિકા નિભાવે  છે.

ત્રણ દાયકાથી પણ વધુ રાજકીય અને સામાજીક કારકીર્દી દરમ્યાન અને પોતાના સરળ અને મિલનસાર સ્વભાવથી અસંખ્ય યુવાનોના આદર્શ, માર્ગદર્શક બની તેમને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડયા છે. અને ભસૌના સાથીભ તરીકે ઓળખાતા કમલેશ મિરાણી ફરી રાજકોટ શહેર ભાજપના સારથી બન્યા છે ત્યારે  ભાજપ અગ્રણીઓ, તમામ શ્રેણીના કાર્યકર્તાઓ દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે તેમને ફરીથી આવા જ જોમ–જુસ્સા સાથે રાજકોટ શહેર ભાજપનું એનર્જી એન્જીન બની રહે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કમલેશભાઇએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા અંજલીબેન રૂપાણીના ટેલીફોનિક આર્શિવાદ લીધા હતા. આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ સહીતના અગ્રણીઓએ કમલેશ મિરાણીને ટેલિફોનીક શુભેચ્છા પાઠવી હતી ત્યારે ભાજપ કાર્યાલય ખાતે આતશબાજીથી આ ઘડીને વધાવાઈ હતી અને કાર્યકર્તાઓ દ્વારા  પરસ્પર મો મીઠા કરાવી શુભેચ્છા પાઠવાઈ હતી ત્યારે       ઢોલ–શરણાઈના તાલે 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયુ  હતું.આ તકે ધનસુખ ભંડેરી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઈ બોરીચા, ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, કોર્પોરેશનના પદાધિકારીઓ અશ્વીન મોલીયા, ઉદય કાનગડ, દલસુખ જાગાણી, અજય પરમાર, પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાઘ્યાય સહીતના સાથે શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, રઘુભાઈ ધોળકીયા, દિવ્યરાજસિહ ગોહીલ, નિતીન ભુત, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી તેમજ કાર્યાલય પરીવારના પ્રવીણભાઈ ડોડીયા, જયંતભાઈ ઠાકર, રમેશભાઈ જોટાંગીયા, પંકજભાઈ ભાડેશીયા, રાજન ઠકકર, વીજય મેર, ચેતન રાવલ, પી. નલારીયન, રાજ ધામેલીયા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

ભારતીય જનસંઘ-જનતા પાર્ટી-ભાજપના  આજ સુધીના શહેર પ્રમુખોની નામાવલી

૧૯પ૧ થી ૧૯૭૭

કાંતિભાઇ વૈદ્ય

ભારતીય જનસંઘ

૧૯૭૭ થી ૧૯૮૦

વજુભાઇ વાળા

(જનતા પાર્ટી)

૧૯૮૦ થી ૧૯૮૧

રમણીકભાઇ વૈદ્ય

ભારતીય જનતા પાર્ટી

૧૯૮૧ થી ૧૯૮૭

જીતુભાઇ શાહ

ભારતીય જનતા પાર્ટી

૧૯૮૭ થી ૧૯૯૧

ગોવિંદભાઇ પટેલ

ભારતીય જનતા પાર્ટી

૧૯૯૧ થી ૧૯૯૬

કમલેશભાઇ જોષીપુરા

ભારતીય જનતા પાર્ટી

૧૯૯૬ થી ૧૯૯૯

રમેશભાઇ રૂપાપરા

ભારતીય જનતા પાર્ટી

૧૯૯૯ થી ર૦૦૧

જીતુભાઇ શાહ

ભારતીય જનતા પાર્ટી

ર૦૦૧ થી ર૦૦૩

પ્રતાપભાઇ કોટક

ભારતીય જનતા પાર્ટી

ર૦૦૩ થી ર૦૦૬

ધનસુખભાઇ ભંડેરી

ભારતીય જનતા પાર્ટી

ર૦૦૬ થી ર૦૦૯

નિતિનભાઇ ભારદ્વાજ

ભારતીય જનતા પાર્ટી

ર૦૦૯ થી ર૦૧૩

ધનસુખભાઇ ભંડેરી

ભારતીય જનતા પાર્ટી

ર૦૧૩ થી ર૦૧૬

ભીખાભાઇ વસોયા

ભારતીય જનતા પાર્ટી

ર૦૧૬ થી કાર્યરત

કમલેશભાઇ મિરાણી

ભારતીય જનતા પાર્ટી

(2:53 pm IST)