Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પ્રદ્યુમન પાર્કની બાજુમાં નાલા પાસેથી ૪૮ બોટલ દારૂ ભરેલી ઇકોકાર કબ્જે

બી ડીવીઝન પોલીસનો દરોડો : ત્રંબાનો રામ સુરેલાની શોધખોળ

રાજકોટ,તા. ૧૦: શહેરના પ્રદ્યુમન પાર્કની બાજુમાં નાલા પાસે બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઇકો કારમાંથી દારૂની ૨૪ બોટલ કબ્જે કરી હતી.

મળતી વિગત મુજબ પ્રદ્યુમન પાર્કની બાજુમાં આવેલા નાલાપાસે ભીંચરી રોડ પર દારૂનો જથ્થો ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમી બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. ધર્મરાજસિંહ અને દિવ્યરાજસિંહને મળતા પીઆઇ. એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એમ.જાડેજા, એએસઆઇ જે.એલ.બાળા, સત્યજીતસિંહ તથા દિવ્યરાજસિંહ સહિતે ભીચરી રોડના ખૂણા પાસેથી જીજે-૧૦એસી ૬૨૧૦ નંબરની ઇકો કારમાંથી રૂ. ૨૪,૦૦૦ની કિંમતની દારૂની ૪૮ બોટલ મળી આવતા દારૂનો જથ્થો અને કાર મળી રૂ. ૧.૦૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ત્રંબાનો રામ સુરેલાની શોધખોળ હાથ ધરી છે.

(2:44 pm IST)