Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

વાવડીની મહેસૂલ કામગીરી તાલુકાને બદલે દક્ષિણ મામલતદાર કચેરીમાં ટ્રાન્સફર કરો

લોકોને ૧૦ કિ.મી. સુધી જવું પડે છેઃ પ્રજા હેરાન-પરેશાનઃ મુખ્યમંત્રીને રજુઆત

રાજકોટ તા. ૧૦: શહેરના સામાજીક કાર્યકર અને RTI એકટીવીસ્ટ નટુભાઇ રાઠોડે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે કે, શહેરના વાવડી વોર્ડ નાં. ૧રના તમામ વિસ્તારની રેવન્યુ કામગીરી તાલુકા મામલતદાર કચેરીમાં થાય છે, પરિણામે આ વિસ્તારના લોકોને લાંબે દૂર સુધી ત્યાં જવું પડે છે, આથી આ કામગીરી દક્ષિણ મામલતદાર કચેરીમાં થાય તેવો પ્રબંધ કરવા માંગણી કરી હતી.તેમણે જણાવેલ કે ઉપરોકત વિસ્તારના લોકોને રેવન્યુ મહેસૂલ વિભાગની ૭/૧ર, ૮-અ, નમુના નં. ૬, આધારકાર્ડ લીંકઅપ, આવકના દાખલા, વિગેરે તમામ કામગીરી માટે તાલુકા મામલતદાર કચેરીએ આવવું પડે છે, અને આ રસ્તો ૧૦ કિ.મી. જેવો થાય છે, આ ઉપરાંત રાશનકાર્ડની અમારી કામગીરી દક્ષિણ મામલતદાર કચેરીએ થાય છે, પરિણામે અન્ય કામગીરી માટે ઘણો બધો સમયનો વિલંબ થાય છે, લોકો હેરાન-પરેશાન થાય છે, આથી વહેલી તકે અમારા વિસ્તારની કામગીરી દક્ષિણ મામલતદાર કચેરીમાં ભેળવવા અંગે અમારી માંગણી છે.

(2:44 pm IST)