Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કેનાલ રોડ પરથી કિશોર ઉર્ફે પરબત ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ તા. ૧૦ : શહેરના કેનાલ રોડ પર લલુડી હોંકળી પાસેથી ભકિતનગર પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કેનાલ રોડ પર લલુડી વોંકળી પાસેએક શખ્સ નંબર વગરનું બાઇક લઇને ઉભો હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ રણજીતસિંહ પઢારીયા અને કોન્સ વાલજીભાઇ જાડાને બાતમી મળતા પી.આઇ.જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.બી. પટે હેડ કોન્સ રણજીતસિંહ, મનરૂપગીરી, સલીમભાઇ, વાલજીભાઇ, ભાવેશભાઇ, દિવ્યરાજસિંહ, મનિષભાઇ, રણજીતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ, રાજેશભાઇ તથા મૈસુરભાઇ સહિતે લલુડી વોંકળી પાસેથી કીશોર ઉર્ફે પરબત દેવાભાઇ વાઘેલા (ઉ.૧૯) (રહે. ગૌતમનગર મેઇન રોડ પર)ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

(2:45 pm IST)