Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કાલે મ.ન.પા.ની સ્ટેન્ડીંગ કમીટી

નવો બગીચો-રૈયા મુકિતધામમાં નવુ ગેસ અને ઇલેકટ્રીક સ્મશાન- નવી પ શબવાહીની સહીતની દરખાસ્તો

રૈયાધાર રોડમાં 'ફલાવર બેડ' રોડ ડીવાઇડર સહીત કુલ ૩૯ દરખાસ્તોનો થશે નિર્ણય

રાજકોટ, તા., ૧૦: આવતીકાલે મ.ન.પા.ની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક યોજાનાર છે. જેમાં નવો બગીચો, ઇલેકટ્રીક સ્મશાન, ગેસ સ્મશાન, પ શબવાહીની ખરીદી અને ફલાવર બેડ રોડ ડીવાઇડર સહીત કુલ ૩૯ જેટલી દરખાસ્તોનો નિર્ણય લેવાયો છે.

આ અંગે એજન્ડામાં જણાવાયા મુજબ શહેરનાં રૈયાધાર મેઇન રોડ પર શાંતિ નગરથી એસટીપી સુધીના રોડ પર રર.૯પ લાખના ખર્ચે ફલાવર બેડ રોડ ડીવાઇડરનો ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત તેમજ રૈયા મુકિતધામ ખાતે નવુ ઇલેકટ્રીક તથા ગેસ આધારીત સ્મશાન બનાવવા માટે કન્સલ્ટન્ટ તરીકે અમદાવાદની આનંદ જીવાલા એજન્સીને કુલ પ્રોજેકટ ખર્ચના ૦.૯૦ ટકાનો ચાર્જ ચુકવી નિમણુંક કરવાની દરખાસ્ત વોર્ડ નં. ૧ માં ૧પ૦ ફુટ રીંગ રોડ પર રામેશ્વર પાર્ક પાસે ૧૮.૮૯ લાખના ખર્ચે નવો બગીચો, બાલ ક્રિડાંગણ બનાવવાની દરખાસ્ત ઉપરાંત ૮૬.૩પ લાખના ખર્ચે પ નવી શબવાહીની ખરીદવાની દરખાસ્ત.

નવા ભેળવેલ ગામોમાં સ્ટ્રીટ લાઇટ કોન્ટ્રાકટ

જયારે શહેરમાં ભેળવાયેલ, ઘંટેશ્વર, માધાપર, મુંજકા, મનહરપુર, મોટા મૌવા ગામોમાં એલઇડી સ્ટ્રીટ લાઇટો નાંખવા તથા તેની નિભાવણી કરવાનો પ વર્ષનો કોન્ટ્રાકટ પરેશ રાદડીયાને ૧૬.૩૬ ટકા વધુ ભાવે મંજુર કરવાની દરખાસ્ત.

આમ ઉપરોકત મહત્વની દરખાસ્તો સહીત વિવિધ વિકાસ કામોની કુલ ૩૯ જેટલી દરખાસ્તો અંગે આવતીકાલે ચેરમેન ઉદય કાનગડનાં અધ્યક્ષસ્થાને મળનાર સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં નિર્ણય લેવાશે.

(2:51 pm IST)