Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

શાળાઓમાં સરકારના નિતિનિયમોનું કડક પાલન થશે પરંતુ કોરોના સંક્રમીતની જવાબદારી લેવી અશકય

શાળા ખોલવાની હિલચાલ વચ્ચે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ પ્રમુખ ગાજીપરાનું મહત્વનું નિવેદન

રાજકોટ, તા. ૧૦ :. છેલ્લા ૮ માસથી કોરોનાની કપરી સ્થિતિમાં બંધ રહેલ શાળાઓ ફરી ખોલવા રાજ્ય સરકાર આયોજન કરી રહી છે. સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેરે ગંભીર રૂપ ધારણ કર્યુ છે ત્યારે ગુજરાતના હાલ કોરોનાની સ્થિતિ અગાઉ કરતા ખૂબ ઓછી છે ત્યારે ઠંડી ઋતુ અને દિવાળીના તહેવાર બાદ કોરોના વકરવાની ભીતી સેવાઇ રહી છે.

રાજયમાં શાળાઓ શરૂ કરવા નવી એસઓપી જાહેર કરવાની તૈયારી કરે છે ત્યારે તેના નિયમોનું પાલન તેમજ કોરોના અંગે ભારે અવઢવ ચાલી રહી છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રમુખ શ્રી ભરતભાઇ ગાજીપરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજય સરકાર  શાળા શરૂ કરવાના પગલા ખૂબ આવકારદાયક  છે. સરકાર દ્વારા જે નીતિનિયમોનો આદેશ આવશે તેનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે, પરંતુ કોઇ કોરાનાથી સંક્રમીત થાય તો તેની જવાબદારી લેવી અશકય છે.

ભરતભાઇ ગાજીપરાએ વધુમાં જણાવેલ કે શાળાઓમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ, થર્મલગનની  ચકાસણી સેનેટાઇસ સહિતની કાળજી રાખવામાં આવશે.

(3:24 pm IST)