Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

યે તો સીર્ફ ઝાંખી હૈ, કોર્પોરેશન અભી બાકી હૈ

પેટા ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજયભાઇના સ્વચ્છ વહીવટનો પડઘો દેખાયો : શહેરમાં ભવ્ય વિજયોત્સવ

ધારી, લીંબડી, મોરબીના મતદારોનો જાહેર આભાર વ્યકત કરતા ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી

રાજકોટ : ગુજરાતની ૮ જિલ્લાની પેટાચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ જવલંત વિજય હાંસલ કર્યો છે ત્યારે શહેર ભાજપ દ્વારા આ ભાજપની આ ભવ્ય જીતને આતશબાજી અને પરસ્પર મોં મીઠા કરાવી ને વધાવાઈ હતી. આ તકે ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણીએ જણાવેલ કે રાજયની ૮ જિલ્લાની આ પેટાચૂંટણીઓમાં ભાજપે શ્રેષ્ઠ અને ઉજજવળ દેખાવ કર્યો છે ત્યારે આ ચૂંટણીમાં  રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સ્વચ્છ વહીવટનો પડઘો દેખાયો છે અને જનતા જનાર્દને રાજયની પેટાચૂંટણીમાં ભાજપને જંગી મત આપી  'કમળ' ખીલવી 'સૌનો સાથ, સૌના વિકાસ'ના મંત્રને સાકાર કર્યો છે ત્યારે  આગામી સમયમાં યોજાનારી રાજયની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે એ નિશ્ચિત બન્યુ છે. ત્યારે શહેર ભાજપ દ્વારા પેટાચૂંટણીમાં ભાજપના આ ભવ્ય વિજયને ભાજપ કાર્યાલય ખાતે આતશબાજીથી અને પરસ્પર મોં મીઠા કરાવીને વિજયોત્સવ મનાવાયો હતો.ત્યારે ભાજપની આ ભવ્ય જીત બદલ ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ અને કમલેશ મિરાણીએ ધારી, લીંબડી અને મોરબીના મતદારોનો જાહેર આભાર વ્યકત કર્યો હતો. આ તકે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા,જનકભાઈ કોટક,  ભાનુબેન બાબરીયા, અશ્વીન મોલીયા, ઉદય કાનગડ, દલસુખ જાગાણી, અજય પરમાર, પ્રફુલભાઈ કાથરોટીયા, દીવ્યરાજસિહ ગોહીલ, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, જયોત્સનાબેન હળવદીયા અનિલભાઈ પારેખ, હરેશ જોષી, નરેન્દ્રસિહ ઠાકુર, દિનેશ કારીયા, અશોક લુણાગરીયા, પરેશ પીપળીયા, સુરેન્દ્રસિહ વાળા, નિતીન ભુત, માધવ દવે, પ્રદીપ ડવ, રાજુભાઈ બોરીચા, નિલેશ જલુ, જીજ્ઞેશ જોષી, દુર્ગાબા જાડેજા, મનીષ રાડીયા, દર્શીતાબેન શાહ, મુકેશ રાદડીયા, મીનાબેન પારેખ, શીલ્પાબેન જાવીયા, અશ્વીન  ભોરણીયા, નિતીન રામાણી,જયાબેન ડાંગર, સોમભાઈ ભાલીયા, આસીફભાઈ સલોત, હારૂનભાઈ શાહમદાર, નયનાબેન પેઢડીયા, લલીત વાડોલીયા, નાનજીભાઈ પારઘી,   સહીતના સાથે વોર્ડના પ્રમુખ, મહામંત્રીઓ તેમજ વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:24 pm IST)