Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

લાયસન્સ વગર ફટાકડાનું વેંચાણ કરતાં વધુ પાંચ પકડાયાઃ તાલુકા પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૧૦: લાયસન્સ વગર ફટાકડાનું વેંચાણ કરવા પર પ્રતિબંધ હોવા છતાં અનેક લોકો આ રીતે ફટાકડા વેંચતા હોઇ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. તાલુકા પોલીસે અલગ-અલગ સ્થળે દરોડો પાડી પાંચને પકડી લઇ રૂ. ૨૦૧૦૦ના ફટાકડા કબ્જે કર્યા છે. જેમાં મવડી લાભદીપ સોસાયટી-૩ના કિરીટ દિલીપભાઇ પરમાર (ઉ.૪૩), રામધણ પાછળ આસમાન એવન્યુ બી વીંગમાં રહેતાં દિવ્યેશ હંસરાજભાઇ સંજરીયા (ઉ.૨૪), ધરમનગર-૨ના મુકુલ મંગાભાઇ પુશવા (ઉ.૨૩), ધરમનગર-૧ના કમલેશ મનજીભાઇ મકવાણા (ઉ.૪૨) તથા ધરમનગર-૨ના નરેશ નારણભાઇ બોરીયા (ઉ.૪૦)ની સામે આઇપીસી ૧૮૮ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની સુચના અનુસાર પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન.ડી. ડામોર, એએસઆઇ આર. બી. જાડેજા, હેડકોન્સ. વિજયગીરી ગોસ્વામી, કોન્સ. મનિષભાઇ, હર્ષરાજસિંહ, ધર્મરાજસિંહ, અમીનભાઇ, હરસુખભાઇ સહિતે આ કામગીરી કરી છે.

(3:26 pm IST)