Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રાજ્યની પેટાચૂંટણીમાં કોંગ્રેસને ફરી જાકારોઃ બિનાબેન

વિધાનસભાની ૮ બેઠકો પર જ્વલંત વિજય થતા મુખ્યમંત્રી, પ્રમુખ તથા કાર્યકરોને શુભેચ્છા પાઠવતા મેયર

રાજકોટ, તા. ૧૦ :. સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિકાસની સાથે સાથે દરેક સમાજને સ્પર્શતા અનેક નિર્ણયો કરેલ છે. તાજેતરમાં વિધાનસભાની ૮ બેઠકોમાંથી ચૂંટણી યોજાયેલ જેનુ આજરોજ પરિણામ આવતા ભાજપને પેટા ચૂંટણીમાં મતદારોએ જ્વલંત વિજય આપેલ છે જે બદલ મેયર બિનાબેન આચાર્યે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવેલ.

તાજેતરમાં યોજાયેલ ૮ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષમાં અતુટ વિશ્વાસ રાખી તમામ બેઠકો પરના ભાજપના ઉમેદવારોને વિજય આપેલ છે. તે બદલ ફરીને મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવેલ.

(3:28 pm IST)