Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કોરોનાં મહામારીમાં પણ સુરક્ષીત સુદૃઢ સીટી બસ સેવા અંગે રાજકોટ મ.ન.પા.ને એવોર્ડ

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ એવોર્ડ એનાયત થયાનું જાહેર કરતા મેયર-કમિશ્નર-ડે.મેયર અને સ્ટે. ચેરમેન

રાજકોટ, તા. ૧૦ : કેન્દ્ર સરકારશ્રીના  દ્વારા  કોવિડ-૧૯ મહામારી દરમિયાન શરૂ કરવામાં આવેલ સિટી ટ્રાન્સપોર્ટેશનમાં તકેદારીના ભાગરૂપે લેવામાં આવેલ તમામ જરૂરી પગલાઓ અંગે પ્રેઝન્ટેશન તૈયાર કરી યુએમઆઇ પ્રપોઝલ રજુ કરવા જાણ કરવામાં આવેલ. જે અન્વયે રાજકોટ શહેરમાં જાહેર પરિવહનનું સંચાલન કરતી રાજકોટ મહાનગરપાલિકાની સંપુર્ણ હસ્તાંતરીત કંપની રાજકોટ રાજપથ લી.  દ્વારા બી.આર.ટી.એસ. તથા સિટી બસ સેવામાં કોવિડ-૧૯ દરમિયાન રાગચાળાને ફેલાતો અટકાવવા તેમજ તકેદારીના ભાગરૂપે આ બંને પરિવહન સેવાઓમાં કરવામાં આવેલ અગત્યની તમામ કામગીરીઓની વિગતો તૈયાર કરી પ્રપોઝલ રજુ કરવામાં આવેલ તેમ મેયર  બિનાબેન આચાર્ય, ડે. મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જાહેર કરેલ છે.

દરમિયાન સરકારશ્રીના  દ્વારા નિયત કરવામાં આવેલ પેનલ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રજુ કરવામાં આવેલ પ્રપોઝલની પસંદગી કરી  રાજકોટ મહાનગરપાલિકાને ગઇકાલે ૯/૧૧/૨૦૨૦ ના રોજ સેક્રેટરીશ્રી,દુર્ગાશંકર મિશ્રા હસ્તકે એવોર્ડ એનાયત કરવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકાનું જાહેર પરિવહનની સંચાલન કરતી કંપની રાજકોટ રાજપથ લી.  દ્વારા બી.આર.ટી.એસ. તથા સિટી બસ સેવામાં કોવિડ-૧૯ દરમિયાન લેવામાં આવેલ તકેદારીની વિગતો નીચે મુજબ છે.     મિશન સ્માર્ટ સિટી પ્રોજેકટના ભાગ રૂપે આરઆરએલ દ્વારા લોકડાઉન સમયગાળા દરમિયાન ઙ્કઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ  સોફ્ટવેર બનાવવાની કાર્યવાહી કરવામાં આવેલ અને હાલની મેન્યુઅલ સિટી બસ ઓપરેશન સિસ્ટમ માંથી પરિવહન સેવાઓમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારીત સીસ્ટરને કાર્યરત કરવામાં આવેલ. 

ઉપરાંત આગામી સમયમાં પરિવહન સેવાઓમાં ઉપયોગમાં લાવવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હાલમાં સિટી બસ ટિકિટની કામગીરી સેમી ઓટોમેટીક સ્વરૂપે કરવામાં આવે છે જે કામગીરીમાં રોકડ રકમની વસુલાત કરી મુસાફરની ટિકિટ આપવામાં આવે છે, તે મશીન થકી આગામી સમયમાં મલ્ટીપલ ઇનપુટ્સ એટલે કે ડિજિટલ સ્માર્ટ કાર્ડ / યુપીઆઈ ટ્રાન્ઝેકશન / એપ આધારિત કોન્ટેકટલેસ ઇલેકટ્રોનિક ટ્રાન્ઝેકશન થકી મુસાફરને ટિકિટ આપવામાં આવશે 

ઉપરાંત કોવિડ-૧૯ રોગચાળાના ફેલાવાને રોકવા માટે રાજકોટ રાજપથ લી. દ્વારા ભારત સરકારશ્રીની સલામત શહેરી પરિવહન સેવા માટે જારી કરવામાં આવેલા એસ.ઓ.પી. માર્ગદર્શિકા મુજબની અમલવારી લાગુ કરવામાં આવેલ છે. રોજબરોજના જાહેર પરિવહન સેવાઓ માટે ઓપરેશન શરૂ થતાં પહેલાં બધી બસોને  જંતુનાશક કરી સફાઇ કરવામાં આવે છે. મુસાફરોને બસમાં મુસાફરી કરતા પહેલા સેનિટાઇઝરથી હાથ સાફ કરવા માટે તમામ બસોમાં સેનિટાઇઝર બોટલ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. અત્રેની પરિવહન સેવાના ચેકિંગ સ્ટાફ (નિરીક્ષકો) દ્વારા મુસાફરોને માસ્ક પહેરવા, નિયમિતપણે હાથ સાફ કરવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુસાફરોમાં કોવિડ-૧૯ ની અંગે  જાગૃતિ લાવવા અને વાયરસના ફેલાવાને રોકવા માટે તમામ બસોમાં આઇ.સી.સી. સ્ટીકરો ચોંટાડવામાં આવેલ છે, દા.ત. મુસાફરોને તેઓના હાથની સ્વચ્છતા અને સામાજિક અંતર જાળવવા માટે જાગૃતિ લાવવા માટેના સ્ટીકરો, સામાજિક અંતર સાથે બેસવાની રીત અંગેના બસ લેઆઉટ દર્શાવતા સ્ટીકરો પ્રદર્શિત કરવામાં આવેલ છે. તેમજ સિટી ટ્રાન્સપોર્ટેશન માટેની અનલોક-૫ ની છેલ્લી ગાઇડલાઇન મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં કુલ બસ ક્ષમતાના ૭૫ ટકા  જેટલી બસોની સંખ્યા દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.

(3:28 pm IST)