Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

જયત્વઃ ડ્રાયફ્રૂટ્સ, ચોકલેટ્સ, કૂકીઝને બદલે દિવાળીમાં આપવા જેવી કાયમી યાદગીરી જેવી મસ્ત રંગબેરંગી ગિફટ

જય વસાવડાના અખબારી લેખનની સિલ્વર જયુબિલીનો ઉત્સવ 'જયત્વ' એટલે જય વસાવડાના વિચાર અને વિહારની સફરનું રંગબેરંગી સત્વ : કટારલેખનનું ૨૫મું વર્ષ શરૂ થઈ રહ્યું હોય કોઈ ઉત્સવ કરવાના બદલે વાંચકો સાથે જલ્સો કરવાનું નકકી કર્યુ : પુસ્તકમાં ૧૦૪ મોટી સાઈઝના ગ્લોસી આર્ટ પેપર કલર પેજીઝ છે, ૧૦૦થી વધુ આકર્ષક કલર ફોટોગ્રાફસ પણ છે : ઘરબેઠા દુનિયાની રમણીય પ્રકૃતિની સફર કરાવી દયે તેવું આ પુસ્તક છે, કોઈ પેઈજ નંબર કે અનુક્રમ વિના વાંચી શકાય

રાજકોટઃ નવેમ્બર ૨૦૨૦માં જાણીતા લેખક વકતા જય વસાવડાએ અખબારી લેખન શરૂ કર્યું એને ૨૫ વર્ષ પૂરા થાય છે. આ વર્ષના ઓગષ્ટમાં જ એમના કટારલેખનનું પણ ૨૫ મું વર્ષ શરૂ થઈ ગયું છે. આ નિમિત્તે બીજો કોઈ ઉત્સવ કરવાને બદલે એમણે જેમના થકી આ યાત્રા થઈ એ વાંચકો સાથે જલસો કરવાનું નકકી કર્યું અને દિવાળી નિમિતે એમનું અનોખું જિંદગીનો જલસો કરાવતું પુસ્તક ''જયત્વ'' પ્રગટ થઈ ચુકયું છે. જેમાં એમના લેખન અને અભિગમનો 'એસેન્સ' કહેવાય એવી મસ્ત મજાની વાતોનો અર્ક છે. પણ એ ભારેખમ ન લાગે એમ એમની જ પાડેલી નયનરમ્ય રંગીન તસવીરો સાથે મુકાયો છે.

યુરોપ, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયાએ પાંચેય ખંડોમાં જય વસાવડાએ ઝડપેલી સુંદર નેચરલ તસવીરો સાથે એમના સફળતા,  પ્રેમ, જીવન, સ્ત્રી, રસિકતા, હિંમત, સંબંધો, હાસ્ય, શિક્ષણ, જ્ઞાન, સૌંદર્ય, સુખ, સમૃદ્ધિ, સંસ્કૃતિ, પ્રવાસ, આનંદ જેવા અનેક વિષયો પરના ઝગમન વિચારો 'જયત્વ પુસ્તક'માં છે. દરેક પાને એક કે વધુ રંગેબેરંગી ફોટોગ્રાફસ છે, જે કોવિડકાળમાં ઘેરબેઠા દુનિયાની રમણીય પ્રકૃતિની સફર કરાવી દે છે. કોઈ પેજ નમ્બર કે અનુક્રમ વિનાએની સાથે જ વાંચી શકાય એવા જય વસાવડાના સરસ વિચારપ્રેરક, મોટીવેશનલ અને જ્ઞાનવર્ધક કવોટ્સને પેરેગ્રાફસ મુકાયા છે.

'જયત્વ' પુસ્તકમાં ૧૦૪ મોટી  સાઇઝના ગ્લોસી આર્ટ પેપર કલર પેજીઝ છે. ૧૦૦થી વધુ આકર્ષક કલર ફોટોગ્રાફસ ને જીંદગીનો જલસો કરાવતા કવોટસ પેરેગ્રાફવાળી આખી બુક એકસકલુઝીવને કલરફુલ છે. પહેલીવાર એવું બન્યુ છે કે કવોટસ બેઉ એક જ સર્જક જય વસાવડાના હોય એ રીતે અભૂતપૂર્વ પુસ્તક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યુવા લેખક જય વસાવડાની વિશેષ સંવાદદાતા તરીકેની તેમની બહુમુખી કોલમ  છેલ્લા ૨૫ વર્ષથી દરરોજ 'ગુજરાત સમાચાર' માં ચાલી રહી છે. તેમનો બ્લોગ JVPDIA ગુજરાતી બ્લોગ્સમાં પ્રથમ ક્રમે છે. તેમની planetiv યુટયુબ ચેનલ પણ લોકપ્રિય છે અનેક પ્રકાશનોમાં પ્રકાશીત તેમનો ૪૫૦૦થી વધારે લેખ, વિષયોની વિશાળ રેન્જને આવરી લ્યે છે. તેમના દ્વારા લખાયેલ પુસ્તકો બેસ્ટસેલર્સની સુચીમાં છે.

૨૦૦૪માં રાજય વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ વીઝીટર્સ પ્રોગામ હેઠળ યુએસએની મુલાકાત તેમની પ્રથમ વિદેશયાત્રા છે દુનિયાના વિવિધ દેશોમાં ૫ હજારથી વધુ ભાષણો આપ્યા છે.

'જયત્વ' પુસ્તકમાં તમામ ફોટોગ્રાફ જયભાઇએ જાતે જ લીધેલા છે. અમેરીકા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, એશીયાએ પાંચેય ખંડમાં કરવામાં આવેલી તસ્વીરોમાંથી પસંદગી કરાયેલ છે.

૩૦૦ રૂપિયાની કિંમતને બદલે આકર્ષક દિવાળી ડિસ્કાઉન્ટ સાથે ઘેર બેઠા છુટક નકલો મેળવવા માટે ઓનલાઇન ઓર્ડર મુખ્ય વિક્રેતા નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (NAVBHARTONLINE.COM)  પર Jaytva સર્ચ કરીને આપી શકાશે. રાજકોટમાં રાજેશ બુક સ્ટોર (લોધાવાડ ચોક અને પી.પી. ફુલવાલાની બાજુમાં યાજ્ઞીક રોડ નં.૯૯૨૪૧ ૩૩૫૧૮) સહિત અગ્રણી પુસ્તકવિક્રેતાઓને ત્યાં પણ ઉપલબ્ધ બનશે.

બલ્ક / જથ્થાબંધ ૫૦થી વધુ કોપીઝ સ્પેશ્યલ ડિસ્ટકાઉન્ટ સાથે મેળવવા અને કોર્પોરેટ બુકીંગ ડિસ્ટકાઉન્ટને ડિલીવરી માટે સંપર્ક ધર્મેશ જોશીનો મો.૯૮૯૮૦ ૩૨૬૨૩ ઉપર સંપર્ક કરવો.

'જયત્વ' એક અનોખી જોયફુલ કલરફુલ ભેટ.... ઘરે બેઠા મેળવોને ગમતા લોકોને ગ્રીટીંગ્સ તરીકે આપવા, વાઇરસના સમયમાં સુખશાંતી આપતી રંગીન નયનરમ્ય તસ્વીરો સાથે ઉત્તમ આધુનિક વાચન વાઇરલ કરવામાં સહયોગ આપવા અંતમાં જણાવાયું છે.

youtube- planetjv.net

blog- jvpedia .org

instagram- jayvasavada.jv

facebook- jayvasavada.jv

fb page- jay.vasavada

twitter- @jayvasavada

(3:28 pm IST)