Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ પાસેથી વૃધ્ધ જનકભાઇ ઉનડકટ ગુમ

રાજકોટ, તા., ૧૦: નિર્મળા રોડ પર  સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નં. ૪ માં રહેતા જનકભાઇ હરીભાઇ ઉનડકટ (ઉ.વ.૬૭) ગઇકાલે પોતાના ઘરેથી નીકળ્યા બાદ તે ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ પાસે હતા બાદ તે ઘરે પરત ન આવતા તેના પરીવારજનોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પુત્ર કલ્પેશભાઇ ઉનડકટએ  એ ડીવીઝન પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા એએસઆઇ ભરતસિંહ સોલંકીએ તપાસ હાથ ધરી છે. તેણે બ્રાઉન કલરનું સફારી તથા ગોલ્ડન પ્લેટેડ ઘડીયાળ  પહેરેલ છે તથા માથાના ભાગે મસો છે. જો કોઇને આ વૃધ્ધ જોવા મળે તો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ૦ર૮૧-રરર૬૬પ૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:29 pm IST)