Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પરિવારથી વીખુટા પડેલા ૩વર્ષના બાળકના માતા-પિતાને શોધી મીલન કરાવતી બી ડીવીઝન પોલીસ

રાજકોટઃ સંતકબીર રોડ ત્રીવેણી ગેઇટ પાસે રહેતા જયદીપ પ્રવિણભાઇ પૈજા અને ભેડા વૈભવ જયંતીભાઇ મેતા બન્ને ત્રિવેણી ગેઇટ પાસે ઉભા હતા ત્યારે સંતકબીર રોડ પર આશરે ત્રણ વર્ષનો બાળક એકલો રોડ પર ચાલ્યો ગયો હોઇ, બંનેને આ બાળક માતા-પિતાથી વિખુટો પડી ગયો હોવાનું લાગતા બંનેએ તે બાળક પાસે જઇ તેનું નામ પુછતા તે પોતાનુ નામ કે પિતાનું નામ જણાવી શખતો ન હોઇ તેથી બંનેએ તે બાળકને બી ડીવીઝન પોલીસ મથકે લઇ આવ્યા બાદ જાણ કરણા પીઆઇ એમ.બી.ઔસુરા ગંભીરતા દાખવી તુરત જ બાળકો ફોટો પાડી અનેતેનુ વર્ણન વગેરેની વિગતો મેળવી પોલીસ કંટ્રોલમાં જાણ કરાતા કંટ્રોલ ઇન્ચાર્જ તમામ પોલીસ મથકમાં જાણ કરી હતી. બાદ પોલીસ સ્ટેશનના ડીસ્ટાફનો સ્ટાફ અને દુર્ગાશકિતની ટીમે બાળકના વાલી વારસની શોધખોળ કરવાનું શરૂ કર્યું હતું. દરમ્યાન બાળકની માતા રૂબીબેન અરવિંદગીરી ગોસ્વામી ઉ.ર૪ (રહે. ગઢીયાનગર શેરી નં.૩ સંતકબીર રોડ) અને તેના સંબંધી સુરેન્દ્રગીરી વીજયગીરી ગોસ્વામી (રહ.ે  ગઢીયાનગર-૩) બી ડીવીઝન પોલીસ મથકે દોડી આવ્યા હતા અને આ બાળક પોતાનું હોવાનું તેનું નામ રોનક (ઉ.૩) હોવાનું જણાવ્યું હતું તે રમતા રમતા સોસાયટીની બહાર નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું બાદ પોલીસે બાળકને તેના માતા-પિતાને સોંપ્યો હતો.

(4:09 pm IST)