Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કોરોનાની મહામારીમાં ૭૦ બેડની સેલ્સ હોસ્પિટલની અભૂતપૂર્વ કામગીરી

રાજકોટ, તા. ૧૦ : શહેરના રૈયા ચોકડી પાસે આવેલ સેલ્સ હોસ્પિટલ આજે અત્યાધુનિક સાધનો, તાલીમબદ્ધ સ્ટાફ અને અનુભવી ડોકટર્સની ટીમની ૭૦ બેડ ધરાવે છે. તમામ પ્રકારની સારવાર સેલ્સ હોસ્પિટલમાં ઉપલબ્ધ બની છે.

સૌરાષ્ટ્રમાં કોરોનાની મહામારી ફેલાતા સેલ્સ હોસ્પિટલની ટીમે કોરોના સામે લડવાનો નિર્ધાર કર્યો હતો. જેમાં ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. નરેશ બરાસરા, ડો. સાવન છત્રોલાની ટીમે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપી કોરોનાને મ્હાત કરેલ. અસંખ્ય ક્રિટીકલ દર્દીઓને નવુ જીવન આપવામાં સફળ થયા.

સેલ્સ હોસ્પિટલના પ્રખર મેડીકલ ડાયરેકટર ડો. ધવલ ગોધાણીએ જણાવ્યું છે કે નવું જીવન પામેલા અસંખ્ય દર્દીઓ -પરિવારજનોએ સેલ્સ ટીમ ઉપર આશિર્વાદ વર્ષા કરેલ.

તમામ લોકોનો આભાર માની ભવિષ્યમાં દરેક પ્રકારની દર્દીઓને ઉત્તમ સચોટ સંપૂર્ણ સારવાર આપવામાં નિર્ધાર વ્યકત કર્યો છે.

(4:10 pm IST)