Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત મનપા દ્વારા વિવિધ સ્પર્ધાઓ

શોર્ટ ફિલ્મ નિર્માણ, જીંગલ, ચિત્રસ્પર્ધા, નાટક સ્પર્ધાઃ ૧૦ થી ૨૯ નવેમ્બર સુધીનું આયોજન કરતાં ઉદીત અગ્રવાલ

રાજકોટ,તા.૧૦: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦ રેન્કિંગમાં ભારતભરમાં રાજકોટ છઠા (૬) નંબરે સ્વચ્છ શહેર જાહેર થયેલ છે. તથા ગાર્બેજ ફ્રી સીટી સ્ટાર રેટીંગ સ્ટેટ્સમાં ૫ સ્ટાર મળેલ છે અને રાજકોટ શહેર ODF ++ જાહેર થયેલ છે. જે અન્વયે આગામી સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧ ને ધ્યાને લઇને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જિંગલ સ્પર્ધા, મૂવી (શોર્ટ ફિલ્મ મેકિંગ) સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, મ્યુરલ્સ(દીવાલમાં ચિત્ર દોરવા) સ્પર્ધા, અને શેરી નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્વચ્છ રાજકોટ સ્પર્ધામાં રાજકોટના કોઈપણ નાગરિક ભાગ લઈ શકશે. સ્પર્ધા માટે કોઇપણ વય મર્યાદા રાખવામાં આવેલ નથી. આ સ્વચ્છ રાજકોટ સ્પર્ધામાં ભાગ લેનારને દરેક કેટેગરીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવશે. આ સ્વચ્છ રાજકોટ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.IN  ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

સ્પર્ધાનાં નિયમો

(૧) આ સ્વચ્છ રાજકોટ સ્પર્ધા ૧૦ નવેમ્બર ૨૦૨૦ થી ૨૯ નવેમ્બર ૨૦૨૦ સુધી એક(૧) જ વખતની સ્પર્ધા રહેશે.(૨) વધુ માહિતી માટે .( પ્રોગ્રામ ઈમ્પલીમેન્ટેશન  યુનિટ (આઈ.ઈ.સી સેલ) પ્રથમ માળ રૂમ નં -૭, ઢેબર રોડ,સેન્ટ્રલ ઝોન, રાજકોટ મહાનગરપાલિકા ફોન ૨૨૨૮૧૭૭ પરથી મળી રહેશે અથવા ઈ મેલ આ.ડી IECCELLRMC@GMAIL.COM દ્વારા સંપર્ક કરવો.) (૩) આ સ્વચ્છ રાજકોટ સ્પર્ધાનો આખરી નિર્ણય મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનર હસ્તગત SWM કમિટીનો રહેશે.જે દરેક ભાગ લેનાર સંસ્થાઓને બંધનકર્તા રહેશે.(૪) ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી મુદત ૨૫/૧૧/૨૦૨૦ રહેશે.

(4:11 pm IST)