Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

શુક્રવારે મકરસંક્રાતે તથા સોમવારે પુનમ નિમિતે

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ધ્યાનોત્સવ : એક દિવસીય નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર સન્યાસ ઉત્સવ સંતવાણી

 આયોજકઃ સ્વામી પ્રેમ મૂર્તિ (સ્વીઝરલેન્ડ) સંચાલકઃ સ્વામી સત્યપ્રકાશ કાર્યક્રમ સંચાલીકા : પૂર્વાદીદી (માં સુરંજના) નિતિનભાઇઃ હાસ્યધ્યાન (વિશેષ) શુક્રવારે મકરસંક્રાતે માધવપુર ઓશો આનંદ આશ્રમના પ્રણેતા સ્વામી બ્રહ્મવેંદાતજીની પ્રથમ વાર્ષીક પુણ્યતિથિ નિમિતે હૃદયાંજલી -પુષ્પાંજલી-કિર્તનોત્સવ

રાજકોટઃ ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે તથા દ્વારા નિયમીત છેલ્લા ૩૬ વર્ષોથી અવાર નવાર આયોજન કરવામાં આવે છે. જેનુ સંચાલન સ્વામિ સત્યપ્રકાશ કરી રહયા છે.

આગામી તા.૧૪ને શુક્રવારના રોજ મકરસંક્રાત નિમિતે હરસાલની માફક ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર સાંજના ૬:૪૫ થી ૭:૪૫ દરમિયાન માધવપુરના ઓશો આનંદ આશ્રમના પ્રણેતા તથા ઓશો સન્યાસી સ્વામી બ્રહ્મવેદાંતજીની પ્રથમ વાર્ષીક પુણ્યતિથિ નિમિતે હૃદયાંજલી સાથે પુષ્પાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બાદમાં કિર્તનોત્સવ તથા સંધ્યા ધ્યાન રાખેલ છે.

આગામી તા.૧૭ને સોમવારના રોજ પુનમ નિમિતે રાબેતા મુજબ હર પુનમે સ્વીઝરલેન્ડના સ્વામી પ્રેમમૂર્તિ એક દિવસીય નિઃશુલ્ક શિબિરનું આયોજન કરે છે અને સ્વામી સત્યપ્રકાશ શિબિરનું સંચાલન કરે છે.

પુનમની શિબિરની રુપરેખા

સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન (આ ધ્યાન છેલ્લા ૩૬ વર્ષોથી એકપણ દિવસ ચુકાયા વગર કરવામાં આવે છે) સવારે ૭:૧૫થી ૮ બ્રેકફાસ્ટ સવારે ૮:૩૦ થી બપોરે ૧ દરમિયાન ગુરૂવંદના ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગ, વિડીયો દર્શન, બપોરે ૧ થી ૩ મહાપ્રસાદ (હરીહર) તથા વિશ્રામ બપોર પછી ૩ થી રાત્રીના  ૮ દરમિયાન પ્રશ્નોતરી કુંડલીની, કુંડલીની ધ્યાન, સ્ટોપ ધ્યાન, ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો નિતિનભાઇ મિસ્ત્રી (સ્વામી દેવ રાહુલ) દ્વારા હસીબા, ખેલીબા, ધરીબા ધ્યાન - હાસ્ય ધ્યાન, સંધ્યા ધ્યાન, સન્યાસ ઉત્સવ

રાત્રે હરીહર બાદ સંતવાણીના કાર્યક્રમનું આયોજન ઓશો સન્યાસી તથા ભજનીક શ્રી બકુલભાઇ ટીલાવત દ્વારા કરવામાં આવ્યું છે. સંતવાણીના કાર્યક્રમમાં વિવિધ સંતો-મહંતોની વાણી વિવિધ કલાકારો દ્વારા રજુ કરવામાં આવશે. કાર્યક્રમ રાત્રે ૯:૩૦ વાગ્યે સમાપન કરવામાં આવશે.

સ્થળ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, ડીમાર્ટની પાછળની શેરી રાજકોટ

વિશેષ માહિતી તથા એસએમએસ દ્વારા નામ નોંધણી કરાવવા માટે સ્વામી સત્યપ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(11:00 am IST)