Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

લાલબહાદુર શાસ્ત્રીજીની પૂણ્યતીથી

શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરીયનની જન્મ શતાબ્દી

વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની આજે ૫૬ મી પુણ્યતીથી છે. અમૂલના સર્વેસર્વા મિલ્કમેન ડો. વર્ગીસ કુરીયનનું જન્મ શતાબ્દિ વર્ષ પણ સાથો સાથ ઉજવાઇ રહ્યુ છે. આજથી ૫૬ વર્ષ પૂર્વે ૧૧-૧-૧૯૯૬ ના લાલ બહાદુર શાસ્ત્રીજીએ આપણી વચ્ચેથી તત્કાલિન રશીયાના પાટનગર તાશકંદ ખાતે અચાનક વિદાય લીધી હતી. દેશના વડાપ્રધાન તરીકે ઘણા ટુંકાગાળામાં પાકિસ્તાન સામેના ૨૨ દિવસ ચાલેલા યુધ્ધ સહિત અનેક પડકારો અને જવાબદારીઓ વહન કરી કદમાં વામન છતા વિરાટ મનોબળના દર્શન કરાવ્યા હતા. સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીએ આણંદના કંજરી ગામે પશુદાણના કારખાનાના ઉદ્દઘાટન સમયે ૧૯૬૪ માં ડો. વર્ગીસ કુરીયન સાથે મુલાકાત કરી અને તેમની ડેરી પ્રવૃત્તિથી પ્રભાવિત થયેલા. તેમના ડેરી મોડેલથી તેઓ આકર્ષાયા હતા. જેના પરિણામે દેશમાં દુધની નદી વહે તેવી શ્વેત ક્રાંતિના મંડાણ કર્યા હતા. જેના કારણે આજે વિશ્વમાં આપણો દેશ સૌથી વધુ દુધ ઉત્પાદક દેશ બનવા પામ્યો છે. આ રીતે લાખો દુધ ઉત્પાદકો અને ખેડુતોના જીવનમાં એક મોટી ક્રાંતિ લાવવામાં તેઓ નિમિત બન્યા. ૧૯૬૫ માં જામનગર પાસે બાલાચડી સૈનિક સ્કુલની અર્પણવિધિ પ્રસંગે સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા. આ રીતે ગુજરાત સાથે તેમનો પોતીકો નાતો બની રહેલ. આજે તેમની ૫૬ મી પુણ્યતીથીએ જય જવાન જય કિશાનના નારાના જનક એવા શાસ્ત્રીજી અને શ્વેત ક્રાંતિના જનક ડો. વર્ગીસ કુરીયનને આદરભેર વંદના! (૧૬.૧)

- સમસુરભાઇ બુધવાણી,રાજકોટ, મો.૯૮૨૫૪ ૪૯૪૪૨

(11:36 am IST)