Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

પિતાએ દિવાળી પર મોબાઇલ લેવાનું કહેતાં જીતેન્દ્રસિંગે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

કોટડા સાંગાણીના ખેરડી ગામે બનાવઃ મુળ દાહોદનો વતની હતો

રાજકોટ તા. ૧૧: કોટડાસાંગાણીના ખેરડી ગામે જયુભાની વાડીમાં પરિવારજનો સાથે રહી ખેત મજૂરી કરતાં જીતેન્દ્રસિંગ જામસિંગ ડાવર (ઉ.૨૦) નામના યુવાને ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જીતેન્દ્રસિંગે ઝેર પી લેતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. કોટડા સાંગાણી પોલીસ મથકના હેડકોન્સ. હિતેષભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ જીતેન્દ્રસિંગને નવો મોબાઇલ ફોન લેવો હતો. પરંતુ પિતાએ હમણા નહિ આવતી દિવાળીના તહેવાર પર લઇ દેશે તેમ કહેતાં તેને માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું.

(11:38 am IST)