Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

એશિયાની ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં રાજકોટનું નામ રોશન કરતા યુવા ફોટોગ્રાફર તપન દિપકકુમાર શેઠ

ગિર નેશનલ પાર્કમાં એશિયાટીક સિંહોની ફોટોગ્રાફી માટે જાણીતાઃ અનેક એવોર્ડ મળેલા છે

રાજકોટઃ નેચર્સ બેસ્ટ ફોટોગ્રાફીઃ એશિયાની ફોટોગ્રાફી કોમ્પિટિશન એ એશિયાની સૌથી પ્રતિષ્ઠિત પ્રકૃતિ ફોટો સ્પર્ધા છે જે વિશ્વભરના કલાપ્રેમી, વ્યાવસાયિક અને યુવા ફોટોગ્રાફરો દ્વારા એશિયામાં લીધેલા નેચર ફોટોગ્રાફસ પર ધ્યાન કેન્દ્રિત કરતી અને તેનું પ્રદર્શન કરતી ફોટોગ્રાફી સ્પર્ધા છે. જેનો ઉંદ્દેશ એશિયન વન્યજીવન અને લેન્ડસ્કેપ્સ અને ફોટોગ્રાફર્સ જેઓ તેમના ફોટોગ્રાફ કરે છે તેમને ઉંત્સાહિત કરવા અને સંપર્કમાં લાવવાનો હોવાનું યાદીમાં જણાવાયું છે.
રાજકોટના તપન દિપકકુમાર શેઠને ૨૦૨૧ની આ સ્પર્ધામાં વાઈલ્ડ લાઈફ કેટેગરીમાં તેમના દ્વારા કિલક કરાયેલ એશિયાટિક સિંહના ફોટાને ઓનરેબલ મેનસન મળેલ છે. તેઓ ગીર નેશનલ પાર્કમાં એશિયાટિક સિંહોની તેમની ફોટોગ્રાફી માટે જાણીતા છે.
તપન શેઠ એક પ્રકૃતિ અને વન્યજીવન ફોટોગ્રાફ છે. તેમણે તેમના ફોટોગ્રાફ્્સ માટે ઘણી પ્રશંસા પ્રાપ્ત કરી છે, ખાસ કરીને નેચરની બેસ્ટ ફોટોગ્રાફી એશિયા ૨૦૧૬માં વાઈલ્ડ લાઈફ કેટેગરીમાં તેમને પ્રથમ સ્થાન મેળવેલ અને તે પણ એશિયાટિક સિંહનો ફોટો હતો.
તેઓ ફોટોગ્રાફી કલબ રાજકોટ સાથે પણ જોડાયેલા છે જે રાજકોટમાં ફોટોગ્રાફી શીખવવા માટે છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે. આ ઉંપરાંત તપન શેઠને (૧) નેચર્સ બેસ્ટ ફોટોગ્રાફી એશિયા ૨૦૧૬- વાઈલ્ડ લાઈફ વિનર, (૨) વાઈલ્ડ લાઈફ રિઝર્વસ સિંગાપોર ગ્રુપ- થ્રુ ધ લેન્સ ૨૦૧૭- ફર્સ્ટ પ્રાઈસ, (૩) નેચર ઈન ફોકસ ફિલ્મ એવોર્ડ્સ ૨૦૧૯- મોબાઈલ મોમેન્ટ તેમજ નેશનલ જીયોગ્રાફી, બીબીસી અને એપલ આઈફોન જેવી પ્રતિષ્ઠિત જગ્યાએ એમના ફોટા  તથા વિડિયો પ્રદર્શિત થયેલ છે. એમના ફોટા તથા વિડિયો જોવા માટે ઈન્સ્ટાગ્રામમાં ર્ક્દ્દીર્ષ્ટીઁસ્નર્ત્ફૂદ્દર્ત્માં જોઈ શકાશે. તપનભાઈ શેઠ  મો.૯૨૭૪૧૦૦૦૦૭

 

(11:41 am IST)