Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

શહેરમાં બપોર સુધીમાં કોરોનાના ૪૮ કેસ નોંધાયા

ગઇકાલે સાધુવાસવાણી રોડ પર બે વૃધ્ધોનાં ઓમીક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યાઃ હાલ ૧૧૨૨ દર્દીઓ સારવાર હેઠળ : હોમ કોરોન્ટાઇનઃ કુલ કેસનો આંક ૪૪,૩૯૬એ પહોંચ્યો

રાજકોટ તા. ૧૧ : શહેરમાં દરરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજ બપોર સુધીમાં ૪૮ કેસ નોંધાયા છે. હાલ ૧૧૨૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૧૧૧૬ હોમ આઇસોલેટમાં છે. જયારે ગઇકાલે સાધુવાસવાણી રોડ પર રહેતા અને યુ.એઇથી આવેલ બે વૃધ્ધોનાં ઓમીક્રોનનાં રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તેઓ સારવાર હેઠળ છે.

મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૮ કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૪,૩૯૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૭૧૪ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૩૮૨૭ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧૯૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૯૯ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૫,૭૦,૭૧૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૪,૩૯૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૩ ટકા થયો છે. રિકવરી રેટ ૯૬.૨૧ ટકાએ પહોંચ્યો છે. ગઇકાલે ૩૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

(3:49 pm IST)