Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કેકેવી હોલ પાસે મોબાઇલની આઇડીમાં સટ્ટો રમતાં જય પકડાયોઃ ૪૧ હજારની મત્તા કબ્જે

અગાઉ દારૂ પીવાના, જૂગારના સહિત ચાર ગુનામાં સંડોવણીઃ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમે પકડ્યોઃ આઇડી આપનારની શોધખોળ

રાજકોટ તા. ૧૧: કેકેવી હોલ સામે ૧૫૦ રીંગ રોડ પર સંસ્કાર કોમ્પલેક્ષ ગેલેકસી પાન પાસે ઉભો રહી એક શખ્સ મોબાઇલ ફોનમાં આઇડી પર જૂગાર રમી રહ્યો છે તેવી બાતમી પરથી પકડી લેવાયો હતો. પુછતાછમાં પોતાનું નામ જય હરેશભાઇ કોટક (ઉ.૨૬-રહે. ગોકુલ મથુરા પાછળ, રાધાપાર્ક-૩, સિનર્જી હોસ્પિટલ પાસે) જણાવ્યું હતું.

જયેશભાઇ નિમાવત અને જયદિપસિંહની બાતમી પરથી પકડાયેલા આ શખ્સ પાસેથી રોકડા રૂ. ૧૬૨૫૦, ૨૫ હજારના બે મોબાઇલ ફોન મળી રૂ. ૪૧૨૫૦નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. પકડાયેલો જય વેપાર કરે છે. પોલીસના કહેવા મુજબ જય છ વર્ષ પહેલા ગાંધીગ્રામમાં આઇડી પર જૂગાર રમતાં, ચાર વર્ષ પહેલા એ-ડિવીઝનમાં દારૂ પીવાના ગુનામાં, ત્રણ વર્ષ પહેલા એ-ડિવીઝનમાં તિનપત્તીનો જૂગાર રમવાના ગુનામાં અને બે વર્ષ પહેલા યુનિવર્સિટી પોલીસમાં જાહેરનામા ભંગ સબબ પકડાયો હતો. તે ગઇકાલે ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બીગબેશ ૨૦-ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર આઇડીમાં જૂગાર રમતો હતો. આઇડી કોની પાસેથી લીધી? તે અંગે તપાસ થઇ રહી છે.

એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા તથા ટીમના જયેશભાઇ, રાજદિપસિંહ, હિતુભા, ભરતસિંહ, શકિતસિંહ, મહેશભાઇ, જયદિપસિંહ, કુલદિપસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

(2:37 pm IST)