Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

પી.એસ.આઇ ઉપર હુમલો કરીને લુંટ કરવા અંગે પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ,તા.૧૧:  બેડલામા પી.એસ.આઈ.ની રીવોલ્વર લુંટ ક૨ી હુમલો ક૨વાના ગુનામાં મુખ્ય આરોપીને જામીન પર મુકત કરવા સેશન્સ કોર્ટે હુકમ કર્યો છે

આ કેસની હકીકત મુજબ રાજકોટ ગ્રામ્ય ભાડલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ બેડલા ગામે બુટલેગર વિજય જખાણીયાની તપાસમાં ગયા હતા ત્યારે બુટલેગર સહિતના શખ્સોએ ભાડલા પોલીસના સ્ટાફ સાથે ઝદ્યડો કર્યો હતો. તે દરમિયાન પેટ્રોલિંગમાં નીકળેલી એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ વિજયકુમાર છોટાલાલ પરમાર સહિતનો સ્ટાફ ત્યાં જતા બુટલેગર વિજય જખાણીયાએ ધારીયા વતી જીવલેણ હુમલો કર્યો હતો. પીએસઆઇ વિજયકુમાર પરમારને પકડી રાખી રિવોલ્વરની લુંટ કરી અન્ય પોલીસ સ્ટાફ ઉપર હુમલો કરી માર માર્યો હોવાની પીએસઆઇ વિજયકુમાર પરમારે એરપોર્ટ પોલીસ મથકમાં આરોપી વિજય જખાણીયા, બધુભાઈ જખાણીયા, ગૌરધન જખાણીયા, અશ્વિન જખાણીયા, ઉજળીબેન બધુભાઈ જખાણીયા, રસીલા વિજયભાઈ જખાણીયા, ગુલબડી અશ્વિનભાઈ જખાણીયા અને વસંતબેન ગોરધનભાઈ જખાણીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં મુખ્ય આરોપી વિજય જખાણીયાએ સેશન્સ કોર્ટ માં જામીન અરજી કરી હતી જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆતો અને દલીલોને ધ્યાને લઇ મુખ્ય આરોપી વિજયભાઈ જખાણીયાને જામીન પર મુકત કરતો હુકમ કર્યો છે.

આ કેસમાં મુખ્ય આરોપી વિજયભાઈ જખાણીયા તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, અમૃતા ભારદ્વાજ, શ્રીકાંત મકવાણા, કમલેશ ઉદ્યરેજા, તારક સાવંત અને ગૌરાંગ ગોકાણી રોકાયા હતા.

(2:38 pm IST)