Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

દારૂના ત્રણ ગુનામાં સામેલ આલાપ એવન્યુના નરેન્દ્રસિંહ રાણાને પાસા

ડીસીબીની ટીમે વોરન્ટ બજવણી કરી અમદાવાદ જેલહવાલે કર્યો

રાજકોટ તા. ૧૧: વધુ એક બૂટલેગરને પોલીસ કમિશનરે પાસા તળે જેલમાં ધકેલી દીધો છે. યુનિવર્સિટી રોડ પર આલાપ એવન્યુ સોસાયટી રાધે હોલની બાજુમાં રહેતાં નરેન્દ્રસિંહ સુખદેવસિંહ રાણા (ઉ.વ.૪૦)ને પાસા તળે ધકેલવાની દરખાસ્ત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મંજૂર કરી અમદાવાદ જેલમાં ધકેલવા આદેશ કર્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ નરેન્દ્રસિંહ રાણા સ્વિરૂધ્ધ તાજેતરમાં જ વિદેશી દારૂનો કેસ નોંધાયો હતો. એ પહેલા પણ ડીસીબી અને યુનિવર્સિટીમાં દારૂના બે કેસ હતાં. ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીસીબી પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એમ. ઝાલા, હેડકોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, પીસીબીના રાજુભાઇ દહેકવાલ અને ઇન્દ્રજીતસિંહ સિસોદીયાએ વોરન્ટ બજવણી કરી હતી.

(2:39 pm IST)