Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ર૮ વર્ષ જુનો દાવો નામંજૂર કરતી અદાલતઃ મહત્વનો ચુકાદો અપાયો

રાજકોટ તા. ૧૧ :.. ર૮ વર્ષે વાદીનો દાવો કોર્ટે કાઢી નાખવાનો હુકમ કર્યો હતો.

આ કામે વાદી યજ્ઞેશકુમાર મણીલાલ કોટકે પ્રતિવાદી જયસુખલાલ પોપટલાલ કકકડ સામે દાવો દાખલ કરેલ જે દાવો કાયમી મનાઇ હુકમનો કરેલ. વાદીએ તથા નિર્મલાબેન ગોરધનદાસ બંનેના સંયુકત નામે ગુલાબરાય હરીલાલ કોટક પાસેથી બક્ષીસ પત્રના દસ્તાવેજથી મિલ્કત પ્રાપ્ત થયેલ છે. જે બક્ષીસ દસ્તાવેજ તા. ૬-૩-૧૯૭પ ના રોજ કરી આપવામાં આવેલ છે. જેમાં પશ્ચિમ તરફની ચુર્તઃસીમા સ્પષ્ટપણે લખાણ કરવામાં આવેલ છે. જે મુજબ ટાંક મનોરની જમીન ૧૦ દસ ફુટ પહોળાઇનો સળંગ જાહેર રસ્તો મુકવામાં આવ્યો છે.

આ કામના પ્રતિવાદીઓ દ્વારા વાદીને દસ્તાવેજ ટાંક મેનોરની જમીનમાં ૧૦ દસ ફુટ પહોળાઇનો જે સળંગ જાહેર રસ્તો મુકેલ છે. તે જમીનનું વેંચાણ અન્ય કોઇને કરે નહીં તેમજ આ જાહેર રસ્તા ઉપર કોઇપણ જાતનું ખોદકામ કે બાંધકામ કરે નહી તેવો વાદીએ દાવો કરેલ.

આ કેસમાં પ્રતિવાદીઓ તરફથી આંક ૧૧૩ ની લેખીત દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ વાદીઓનો દાવો રદ કરવામાં આવેલ છે. પ્રતિવાદીઓ તરફથી એડવોકેટ પ્રવિણસિંહ એસ. વાઘેલા ત્થા રોહીતભાઇ આઇ. ધોળકીયા એડવોકેટ રોકાયેલ હતાં.

(2:40 pm IST)