Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ભકિતનગર પોલીસ અને ગાંધીગ્રામ પોલીસે શાકભાજીના વિક્રેતાઓને માસ્ક આપ્યાઃ વેકસીન સર્ટિફિકેટ ચેક કર્યા

ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં  આવેલી દેવપરા શાકમાર્કેટમાં જે વિક્રેતાઓએ વેકસીનના ડોઝ લીધા ન હોય તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમે વેકસીનના સર્ટિફિકેટ ચેક કર્યા હતાં. જેણે વેકસીન નહોતી લીધી તેની સામે કાર્યવાહી કરવા તજવીજ કરી હતી. તેમજ ૨૦૦ માસ્કનું વિતરણ પણ કર્યુ હતું. આ ઉપરાંત ગત સાંજે ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા અને તેમની ટીમે પણ વિસ્તારમાં શાકભાજીની લારીવાળાઓને માસ્કનું વિતરણ કરાવ્યું હતું અને તેઓને કોરોના સંક્રમણ સામે જાગૃત રહેવા અપીલ કરી હતી.

(2:41 pm IST)