Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ગાંધીગ્રામ પોલીસ અને એસઓજીની ટીમે કોરોના વેકસીનનો બૂસ્ટર ડોઝ લીધો

રાજકોટઃ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે શહેર પોલીસમાંફરજ બજાવતાં અધિકારીઓ, કર્મચારીઓમાં સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા તમામ પોલીસ સ્ટાફને કોરોના વેકસીનના બૂસ્ટર ડોઝ આપવાનું નક્કી થયું હોઇ તે અંતર્ગત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની રાહબરીમાં આજે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે. એ. વાળા સહિતના અધિકારીઓ, કર્મચારીઓએ આજે બૂસ્ટર ડોઝ લીધો હતો. આ ઉપરાંત ગઇકાલે શહેર એસઓજીના પીઆઇ આર. વાય. રાવલ અને ટીમે પણ બૂસ્ટર ડોઝ લીધો હતો. તમામ સિનીયર સિટીઝન અને ફ્રન્ટલાઇન વર્કર્સને પણ બૂસ્ટર ડોઝ લઇ લેવા અપીલ કરવામાં આવી છે. ઉપરની તસ્વીરમાં પીઆઇ કે. એ. વાળા, પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અંસારી અને નીચેની તસ્વીરમાં ગાંધીગ્રામ પોલીસ મથકની ટીમ જોઇ શકાય છે.

(2:41 pm IST)