Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સેનેટ શિક્ષકની યાદી તૈયાર : ધંધાદારીઓના સેનેટ પદ બચાવવા નેટ - સ્‍લેટ Ph.d. વગરના અધ્‍યાપકોના નામ ઘુસાડયા !!

આર્ટસ - સાયન્સ - હોમસાયન્સ - લો - બિઝનેસ મેનેજમેન્ટ - ફાર્મસી - મેડીકલ - હોમ સાયન્સ સહિત ૧૩ વિદ્યાશાખાના ૧૮૭૭ મતદારો નોîધાયા

 

રાજકોટ તા. ૧૧ : બી-ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની વર્તમાન સેનેટની મુદ્દત તા. ૨૨-૫-૨૦૨૨ના પૂર્ણ થાય છે ત્‍યારે નવી સેનેટની રચના માટે ચૂંટણીનો તખ્‍તો તૈયાર થઇ રહ્યો છે. વિવિધ વિદ્યાશાખા અને વિવિધ શ્રેણીને મતદાર યાદી પ્રસિધ્‍ધ થઇ રહી છે. યાદીમાં અનેક ગરબડ હોય વિગતો પ્રકાશમાં આવી રહી છે.
સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, કોલેજ શિક્ષકોની ૧૩ વિદ્યાશાખાની ૨૪ બેઠકો માટે મતદાર યાદી પ્રસિધ્‍ધીની જાહેરાત આવી છે. જેમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, માન્‍ય સંસ્‍થાઓ, યુનિવર્સિટીના અનુસ્‍નાતક ભવનો, અનુસ્‍નાતક કેન્‍દ્રોના અધ્‍યાપકોની મતદાર યાદી તૈયાર થઇ છે. જેમાં કુલ ૧૮૭૭ મતદારોની યાદી તૈયાર થઇ છે.
ધંધાદારી શિક્ષણકારોના પ્રભુત્‍વવાળી સિન્‍ડીકેટમાં સ્‍થાન પામવા કેટલાક ધંધાદારી સિન્‍ડીકેટ સભ્‍યોએ તેનું સેનેટ પદ બચાવવા શિક્ષક - અધ્‍યાપક મતદાર યાદીમાં નેટ - સ્‍લેટ તેમજ પીએચ.ડી. વગર ઉમેદવારોને પણ યાદીમાં અધ્‍યાપક તરીકે દર્શાવામાં આવ્‍યા છે. આવા ઉમેદવારોની યાદીનો આંક ૭૦૦થી વધુ હોવાનો જાણવા મળે છે.
સિન્‍ડીકેટમાં રહેલા ધંધાદારી લોકોના સેનેટ પદ બચાવવા માટે આર્ટસ, સાયન્‍સ, કોમર્સ, મેડીકલ, એન્‍જીનિયરીંય, હોમ સાયન્‍સ, બિઝનેસ મેનેજમેન્‍ટ, લો ફેકલ્‍ટી, ફાર્મસી, પર્ફોન્‍સીંગ આર્ટ સહિત ૧૩ વિદ્યાશાખામાં ખાનગી કોલેજમાં અભ્‍યાસ કરાવતા અધ્‍યાપકોના નામ આ મતદાર યાદીમાં સમાવેશ થયાની ચર્ચા ચાલે છે. આ નામમાં મોટાભાગના લોકોની યુનિવર્સિટીએ આપેલી નેટ - સ્‍લેટ કે પીએચ.ડી.ની મુદ્દત પૂર્ણ થઇ ગયેલ છે છતાં યુનિવર્સિટીના સત્તાધીશોએ આવા નામ મતદાર યાદીમાં સમાવેશ કર્યો છે.
મલાઇદાર સિન્‍ડીકેટનું પદ બચાવવા સેનેટની ચૂંટણીમાં અત્‍યારથી જ માનીતાને ગોઠવવા સોગઠાબાજી થઇ રહી છે.

 

(2:44 pm IST)