Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સરકારી ગાઇડલાઇન અનુસાર ડીજેના તાલ સાથે વિદ્યાર્થીઓએ પતંગ ઉડાડવાની મજા માણી

કિશોર ઇન્‍સ્‍ટિટયૂટ દ્વારા સંપન્ન પતંગોત્‍સવ

 રાજકોટઃ પાટનગર ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતમાંથી શિક્ષણ અર્થે વિદ્યાર્થીઓ આવે છે, અને કોરોના સંક્રમણથી ચિંતાજનક માહોલમાં વિદ્યાર્થીઓ વતન જવાની તૈયારી કરતા હોય છે ત્‍યારે કિશોર ઇન્‍સ્‍ટિટયૂટ દ્વારા  વિદ્યાર્થીનીઓ માટે અને, મઘ્‍યાન પછી વિદ્યાર્થીઓ માટે એમ અલગ અલગ વિભાગમાં પતંગોત્‍સવનું આયોજન કરાયું હતું. જેમાં  કોરોના ગાઈડ લાઈનના સંપૂર્ણ પાલન, ડીજે મ્‍યુઝીક તેમજ ચીકી, મમરા લાડુ, તલ સાંકળી જેવા નાસ્‍તાની જયાફત સાથે આનંદ માણ્‍યો હતો.

આ પ્રસંગે બે વિભાગમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ ટીમોમાં હોંશભેર ભાગ લઈ ડીજેના તાલે આકાશમાં ઉડતા પતાગો સાથે અને વાયુદેવના સહકારથી ખૂબજ મોજ માણી હતી. વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓને જાણ થતાં તેમને પણ કિશોર ઇન્‍સ્‍ટિટયૂટના સંચાલકોનો વોટ્‍સેપ, ઇમેઇલ, એસએમએસ અને મેસેન્‍જર મારફત આભાર માની ખૂબજ પ્રસંશા કરી હોવાની યાદીના અંતમાં જણાવાયું છે.

(2:55 pm IST)