Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

૧૫૦ રીંગ રોડ પર આરોગ્‍યના દરોડાઃ ૪૧ કીલો વાસી ખોરાકનો નાશ

ઢોકળા, ઘુઘરા, ચટણી, ડુંગળી, પાસ્‍તા, પીઝા સહિતની અખાદ્ય ચીજવસ્‍તુઓનો નાશઃ તૈયાર સબ્‍જીના નમૂના લેવાયા

રાજકોટ,તા. ૧૧:. વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના કેકેવી ચોક થી મવડી ચોકડી વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૩૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્‍યાન ૧૧ પેઢીને લાયસન્‍સ તેમજ હાઇજીન બાબતે નોટીસ આપેલ. તેમજ ૪૧ કી.ગ્રાં. વાસી અખાદ્ય ખોરાક તથા બેવરેજીસનો સ્‍થળ પર નાશ કરેલ.
નમુનાની કામગીરી -
ફુડ સેફટીᅠસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ મુજબ નમૂનાᅠલેવામાંᅠઆવેલઃ
(૧) ચોળીની સબ્‍જી પ્રિપેડ (લુઝ) ᅠસ્‍થળ- ગિરિરાજ રેસ્‍ટોરેંટ - મવડી ચોકડી પાસે ૧૫૦ ફૂટ રિંગ રોડ
(૨) ᅠભરેલા રીંગણાં સબ્‍જી પ્રિપેડ (લુઝ) સ્‍થળ- રાધિકા રેસ્‍ટોરેંટ -મવડી ચોકડી પાસે ૧૫૦ ફૂટ રિંગ રોડ
વાસીખોરાકનો નાશ
 ફૂડ વિભાગ દ્વારા તા.૧૧/૦૧/૨૦૨૨ ના રોજ શહેરના કેકેવી ચોક થી મવડી ચોકડી વિસ્‍તારમાં આવેલ ᅠ(૧) ગુડી સ્‍ટીમ ઢોકળા ૨ કી.ગ્રાં. વાસી ઢોકળા, દ્યૂદ્યરાનો નાશ તથા લાયસન્‍સ બાબતે નોટીસ (૨) ગિરિરાજ રેસ્‍ટોરેંટ- ૧૪ કી.ગ્રાં. વાસી અખાદ્ય નુડલ્‍સ, પ્રિપેડ ફૂડ, ચટણી, સબ્‍જી, રાઈસ, તથા વાસી ફૂગવાળી બગડેલી ડુંગળી ᅠ૧૫ કી.ગ્રાં. સ્‍થળ પર નાશ. તથા હાયજીન બાબતે નોટિસ (૩) મોસ્‍કો પીઝા ૮ કી.ગ્રાં. વાસી અખાદ્યᅠ વાસી બાફેલા બટેટા, મેક્રોની-પાસ્‍તા નાશ તથા હાયજીન બાબતે નોટિસ (૪) આઇ ખોડલ ડીલક્ષ પાન એન્‍ડ કોલડ્રિંકસ ૨.૫ લિટર એક્‍સપાયરી પીણાં નો નાશ (૫) પી પટેલ પાન - લાયસન્‍સ બાબતે નોટીસ (૬) જય સેલ્‍સ - લાયસન્‍સ બાબતે નોટીસ (૭) પટેલ પાન એન્‍ડ કોલડ્રિંકસ - લાયસન્‍સ બાબતે નોટીસ (૮) જે.કે પાન એન્‍ડ કોલડ્રિંકસ - લાયસન્‍સ બાબતે નોટીસ (૯) ક્રિષ્‍ના હોટેલ -લાયસન્‍સ બાબતે નોટીસ (૧૦) તિરૂપતિ સેલ્‍સ-લાયસન્‍સ બાબતે નોટીસ (૧૧) શ્રધ્‍ધા મેડિકલ - લાયસન્‍સ બાબતે નોટીસ (૧૨) પંચમુખી મેડિકલ - લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ
ગંદકી સબબ ૧૭૨ હજારનો દંડ
વન વીક વન રોડ અંતર્ગત ૧૫૦ ફૂટ રીંગ રોડ (કેકેવી ચોક થી મવડી ચોક સુધીના રોડ) પરᅠજાહેરમાં કચરો ફેકનાર / ગંદકી કરવા સબબ કુલ ૧૮ આસામીઓ પાસેથી રૂ. ૪,૫૦૦/-,ᅠપ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક રાખવા / ઉપયોગ કરવા સબબ કુલ ૧૫ આસામીઓ પાસેથી રૂ. ૧૨,૫૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, આમ કુલ ૩૩ આસામીઓ પાસેથી કુલ રૂ. ૧૭,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. લુઝ વેસ્‍ટ ઉપાડવાની ઉપાડવા સબબ ૦૨ આસામી પાસેથી રૂ. ૭,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસુલ કરેલ કરવામાં આવેલ.ᅠ
૧૪૭ ઝંડી જપ્‍ત
દબાણ હટાવ શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત વેસ્‍ટ ઝોનમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ (કેકેવી ચોક થી મવડી ચોક સુધીના રોડ) ખાતેથી જપ્ત કરેલ પરચુરણ માલસામાનની સંખ્‍યા - ૦૪ અને બોર્ડ-બેનર/ ઝંડી જપ્તની સંખ્‍યા - ૧૪૭ વિગેરેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભેસનાં શુધ્‍ધ ઘીમાં વેજીટેબલ તેલ-ફોરેન ફેટની ભેળસેળ ખુલીઃ નમૂનો નાપાસઃ વેપારી સામે કાર્યવાહી
રાજકોટ : મ.ન.પા.માં આરોગ્‍ય વિભાગે લીધેલા ભેસનાં શુધ્‍ધ ઘીમાં વેજીટેબલ તેલ ફોરેન ફેટથી ભેળસેળ ખુલતાં વેપારી સામે કાર્યવાહી હાથ ધરાવેલ. સત્તાવાર વિગતો મુજબ મે. પોપટ મહેન્‍દ્રભાઇ જમનદાસ મનહર પ્‍લોટ ૬ કોર્નર મંગળા મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવાયેલ ભેસનું ઘી (લુઝ)નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં વેજીટેબલ ઓઇલ-ફોરેન ફેટની હાજરી મળી આવતા સબ સ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ.

 

(3:12 pm IST)