Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વીજ તંત્ર દ્વારા પ દિ'માં મોરબી-સુરેન્દ્રનગર અને પોરબંદર પંથકમાં ૩ કરોડની વીજચોરી ઝડપાઇ

૪૪૦૦ થી વધુ કનેકશનો ચેક કરાયાઃ આજે પણ ત્રણ ડિવીઝનોમાં દરોડ ચાલુ

રાજકોટ તા. ૧૧ : પીજીવીસીએલ ટીમ પ દિવસમાં ત્રણ મોલ, કચેરીમાં હાથ ધરાયેલ વીજ ચેકીંગમાં કુલ ૩ કરોડ આસપાસની વીજ ચોરી ઝડપી લેવાતા સોંપો પડી ગયો છે. ત્રણેય મોલ થઇને ૪૪૦૦ થી વધુ વીજ કનેકશન ચેક કરાયા હતા, ત્રણેય મોલની વિગતો  આ મુજબ છે.

મોરબી વર્તુળ કચેરી હેઠળના હળવદ ગ્રામ્ય, હળવદ ટાઉન, સરા, ચરડવા, વાંકાનેર વગેરે વિસ્તારોમાં કુલ ૨૮૦૬ વીજજોડાણ ચેક કરતાં કુલ ૨૮૮ વીજજોડાણમાં ગેરરીતિ જણાતા કુલ રૂ. ૧૪૫.૫૨ લાખના વીજચોરીના બીલો આપવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર વર્તુળ કચેરી હેઠળના ધ્રાંગધ્રા શહેર, ધ્રાંગધ્રા ગ્રામ્ય, લીમડી, સાયલા, ચુડા, થાન, વઢવાણ, લખતર, ચોટીલા, સુરેન્દ્રનગર ગ્રામ્ય, પાટડી, દસાડા વગેરે વિસ્તારોમાં કુલ ૨૬૪૧ વીજજોડાણ ચેક કરતાં કુલ ૩૧૬ વીજજોડાણમાં ગેરરીતિ જણાતા કુલ રૂ. ૬૮.૯૦ લાખના વીજચોરીના બીલો આપવામાં આવેલ છે.

પોરબંદર વર્તુળ કચેરી હેઠળના કેશોદ શહેર, કેશોદ ગ્રામ્ય, ચોરવાડ, માંગરોળ, માધવપુર, બગવદર, રાણાકંડોરણા, પોરબંદર કોસ્ટલ, રાણાવાવ, કુતિયાણા વગેરે વિસ્તારોમાં કુલ ૩૮૦૮ વીજજોડાણ ચેક કરતાં કુલ ૪૫૩ વીજજોડાણમાં ગેરરીતિ જણાતા કુલ રૂ. ૭૫.૦૪ લાખના વીજચોરીના બીલો આપવામાં આવેલ છે. (

(3:14 pm IST)