Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વધુ મુસાફર બેસાડનારા પ ચાલકો સામે ગુનો : જાહેરનામા ભંગના ૯ર કેસ

કોરોનાની બીજી વેકસીન ન લેનારા વેપારી સામે અને વાહનમાં : કર્ફયુ ભંગ કરનારા ૭પ, એક બસ અને બે ઇકો કારમાં વધુ મુસાફરો બેસાડનારા પ, સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન કરનારા ૮ વેપારી સામે કાર્યવાહી

રાજકોટ, તા. ૧૧ :  કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા ખાસ માર્ગદર્શિકા અમલમાં મુકવામાં આવી છે. જેની પોલીસ દ્વારા અસરકારક અમલવારી કરાવવામાં આવી રહી છે. જેના પગલે પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાંે પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે. જેમાં ગઇકાલે પોલીસે કર્ફયુ ભંગ તેમજ માસ્ક સહિત જાહેરનામા ભંગના ૯ર કેસ નોંધી કાર્યવાહી કરી છે.

કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ જાળવવું ખુબ જરૂરી હોઇ જેથી  રાજય સરકારની માર્ગદર્શીકા મુજબ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં લોકોને બીનજરૂરી બહાર ન નીકળવું જો નીકળે તો માસ્ક ફરજીયાત પહેરવુ તથા કર્ફયુ સમયે ઘરની બહાર ન નીકળવું તેમજ વેપારીઓને વેકસીનના ડોઝ ફરજીયાત લેવા બાબતે તેમજ પેસેન્જર વાહનમાં ક્ષમતા કરતા ૭પ ટકા મુસાફરો સાથે પરિવહન કરવુ તેવા અંગે જણાવાયું છે. જાહેરનામાનું પાલન કરાવવા માટે પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે.

ગઇકાલે પોલીસે જુદા જુદા વિસ્તારમાં રાત્રે કર્ફયુ ભંગ કરનારા ૭પ તથા બીજી વેકસીનનો ડોઝ ન લીધો હોઇ તેવા ૪ વેપારી તથા દુકાનની બહાર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનારા ૮ વેપારીઓ તથા વધુ મુસાફરોને બેસાડીને નીકળનારા બે ઇકો ચાલક બે રીક્ષા ચાલક અને એક બસના ચાલકને પકડી કાર્યવાહી કરી કુલ ૯ર કેસ નોંધાયા છે.

(3:15 pm IST)