Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

૧૫૦ ફુટ રીંગ રોડ પર ૧૧ સ્થળોએથી છાપરા - ઓટલાના દબાણો હટાવાયા : ૧૨૫ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ

કે.કે.વી. ચોકથી મવડી ચોકડી સુધીના રોડ પર પાર્કિંગ - માર્જીનમાં થયેલા દબાણો દૂર કરતું મ.ન.પા. તંત્ર

રાજકોટ તા. ૧૧ : મહાનગરપાલિકા દ્વારા  શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.જે અન્વયે આજે ૧૫૦ ફુટ રીંગ રોડ પર ૧૧ સ્થળોએથી પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ છાપરા, ઓટલાનાં દબાણો, ગેરકાયદેસર બાંધકામ દુર કરી ૧૨૫ ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવ્યુ હતુ.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે શહેરમાં  'વન વીક, વન રોડ  અન્વયે આજે કેકેવી ચોકથી મવડી ચોકડી સુધીના સુધીનાં કોમ્પલેક્ષો, દુકાનો વગેરે સ્થળોએ માર્જીન તથા પાર્કિંગમાં થયેલ દબાણો દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં બીગ બજાર ચોક, આર.કે. પ્રાઇમ પ્લસ સામે, મેડીકેર હોસ્પિટલ પાસે, હરીદર્શન, શ્રી કોમ્પલેક્ષ બાલાજી હોલ પાસે સહિતના સ્થળોએેથી પાર્કિંગ- રોડને નડતરરૂપ છાપરા, રેલીંગનાં દબાણો દુર કરી ૧૨૫ ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

(3:16 pm IST)