Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

'ધ વીલ ટુ એનલાઇટમેન્ટ'

આ પૃથ્વી ઉપર કયારેક જ બુધ્ધ પુરૂષ હોય છે. તમો કયારેક જ જાગૃત બુધ્ધપુરૂષોના  સંપર્કમાં આવો છો. તેમને ઓળખવા મુશ્કેલ છે. તેમના સતસંગમાં આવ્યા પછી પણ તેમની ભાષા સમજવી મુશ્કેલ લાગે છે. કેમ કે તે ભાષા આપણે ભુલી ગયા છીએ. નહીતર બુધ્ધત્વ સાવ સરળ છે. ધ્યાન દ્વારા તેને ઓળખીને સ્વીકાર કરવાનો છે.

 ઓશો કશું કરતા નથી તે આપણી સમક્ષ ઉદઘાટિત એ કરે છે જે આપણે જાણીએ જ છીએ. આપણા સ્વપ્નોમાંથી સતત જગાડવાની કોશીશ કરે છે. જયારે પણ આપણે બીજાના દુઃખ દર્દ સાંભળીએ છીએ ત્યારે સુક્ષ્મ રીતે તે દુઃખ દર્દ આપણા અચેતન મનમાં સંગ્રહિત થાય છે. ત્યારે પ્રશ્ન એ છે કે જયારે આપણે બીજાના દુઃખ દર્દ એટલા માટે સહાનુભુતિ દર્શાવીએ છીએ કેમકે આપણે પણ દુઃખી છીએ, તો પ્રશ્ન એ છે કે આપણે સ્વયમના બુધ્ધત્વની વાતને સ્વીકારી નથી શકતા જીવનમાં સ્વયમમાં અંતહીન અમૃતના મુળ સ્ત્રોત છે. તમો માત્ર તમારા પ્રયત્નો કરો અને યાદ રાખો તમો તે ક્ષમતા ધરાવો છો તમારા તરફથી માત્ર સર્મપણની જ જરૂર છે, અને જયારે પણ તમો સર્મપિત થશો ત્યારે માસ્ટર કે સદગુરૂ સન્મુખ થશે, સદગુરૂ ત્યાં છે જ તે આ અસ્તીત્વ માં છે. ખામી માત્ર શિષ્યની જ રહે છે. સદગુરૂ સદાશિષ્યની સાથે જ હોય છે.

 વિશ્વએ ઓશો માટેના દરવાજા લગભગ બંધ કરી દિધેલ છે. પરંતુ ઓશોના બધા જ દરવાજા ખુલા છે. તેઓ માત્ર ખુલા પણુ ધરાવે છે. જાણે એક બાળકની ખાલી આંખો સ્વરૂપે ઓશો રજનીશજી કહે છે કે વિશ્વએ ભલે મારા માટે દરવાજા બંધ કર્યા પણ મારા હજારો અને લાખો પ્રેમી અને સન્યાસીઓ પુરા વિશ્વમાં ફેલાયેલ છે તમો જીસસને ફાંસી આપી શકો છો, મન્સુરને મારી શકોછો, બુધ્ધ અને મહાવીરને પ્રતાળીત કરી શકો છો કેમકે તેઓ એકલદોકલ હતા હું એક મહાવીર કે એક બુધ્ધથી સંતુષ્ટ નથી મારા હજારો સન્યાસીઓ છે જેઓ બધા બુધ્ધત્વને પ્રાપ્ત થયેલ છે. તેમને કઇ રીતે મારી શકશો. આ શુભની આકાંક્ષા છે. જે મનુષ્યના જીવનને ચલાવી રહી છે.  ઝોરબાથી બુધ્ધ- ઓશો, (ઓશોઃ 'ધ ગોલ્ડન ફયુચર' પુસ્તકમાંથી સંકલીત) (૪૦.૧૪)

રજુઆતઃ માધવસિંહ ગોહીલ

ગામઃ રાતૈયા (રાજકોટ) મો.૬૩૫૪૯ ૩૫૯૬૩

(3:17 pm IST)