Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કીડસ વીથ મોમ ફેશન શો

 બાલભવન દ્વારા દર શનિવારે યોજાતા અવનવા કાર્યક્રમોના ભાગરૂપે બાળ સભ્યો સાથે મમ્મીઓની ફેશન પરેડનો એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૪૫ બાળકો સાથે તેમની મમ્મીઓએ અવનવા વસ્ત્રો પરિધાન કરી રેમ્પ વોક કર્યુ હતુ. દુર્ગાબેન બાવીશી અને ઉર્વીશાબેન મોલીયાએ સતત ત્રણ દિવસ ફેશન પરેડ  અને કોરીયોગ્રાફીનું માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. બાલભવનના ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) અને કિરીટભાઇ જોષીના હસ્તે ભાગ લેનાર દરેકને શિલ્ડ, પ્રમાણપત્ર અને ઇનામો આપી સન્મનીત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર પંડયાએ કર્યુ હતુ.

(3:17 pm IST)