Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ઓશોની દ્રષ્ટિએ વિચાર શૂન્યતા એટલે શું?

રાજકોટ : સમજ એ નિર્વિચારની, વિચારશૂન્યતાની અવસ્થા છે. તે વિચારની પ્રક્રિયા વચ્ચેનો એક અવકાશ છે, અંતરાલ છે અને એ અવકાશમાં એક ઝાંખી થાય છે - સત્યની, અંગ્રેજી શબ્દ 'એમ્પ્ટી' - મૂળ 'એટ લેઈઝયોર' શબ્દ – અવકાશપ્રાપ્તિમાંથી આ શબ્દ વિચાર શૂન્યતામાંથી આવ્યો છે. જો તમે તેની વ્યુત્પત્ત્િ।ને તપાસશો તો એ ખરેખર સુંદર શબ્દ છે. મૂળ શબ્દ ખૂબ જ ગર્ભિત છે. તેનો અર્થ છે અવકાશ પ્રાપ્તિ, વિચાર શૂન્યતામાંથી આવ્યો છે, જયારે પણ તમે વિચાર શૂન્ય, અવકાશ પ્રાપ્ત હશો ત્યારે તમે ખાલી, રિકત શૂન્ય હશો. અને યાદ રાખો, કે પેલી કહેવત, 'ખાલી મન શેતાનનું કારખાનું છે' - તે તદ્દન અર્થહીન છે. સત્ય તેનાથી ઉલટું છે. વિચારગ્રસ્ત મન શેતાનનું કારખાનું છે. શૂન્ય મન ઈશ્વરનું કારખાનું છે શેતાનનું નહીં. પરંતુ તમારે સમજવું જોઈએ કે 'એમ્પ્ટી' ખાલી એટલે હું શું કહેવા માંગું છું. મારો કહેવાનો ભાવાર્થ છે તમારું મન અવકાશ પ્રાસ મન છે, વિશ્રાંતિમાં, તનાવ રહિત, નિશ્ચલ, ઇચ્છારહિત છે. કશે જતું નથી, કેવળ અહીં જ, બિલકુલ અહીં જ છે. ખાલી મન એ એક નિર્મળ ઉપસ્થિતિ છે. અને એ નિર્મળ ઉપસ્થિતિ, એ નિર્મળ હયાતીમાં બધું જ શકય છે, કારણ કે અસ્તિત્ત્વ એ નિર્મળ હયાતી માંથી જ પ્રગટ થાય છે, ઉદ્દભવે છે.

આ વૃક્ષો એ નિર્મળ હયાતી માંથી ઉગે છે. આ તારાઓ એ નિર્મળ હયાતીમાંથી જન્મે છે, આપણે અહીં છીએ - તમામ બુધ્ધ આ નિર્મળ હયાતીમાંથી જ જન્મે છે, એ નિર્મળ હયાતીમાં તમે ઈશ્વરમાં છો, ઇશ્વરમય છો, તમે જ ઇશ્વર છો. વિચારગ્રસ્ત બનીને તમે પતન પામો છો, વિચારગ્રસ્ત બનવાથી સ્વર્ગીય બાગ - ઇડન-ફિરદૌસમાંથી તમારી હકાલપટ્ટી કરવામાં આવી છે. અને વિચારશૂન્ય બનીને તમે ફરી એ સ્વર્ગીય બાગ ઈડન ગાર્ડનમાં, તમારા ઘરે પાછા આવો છો.

ત્યારે મન વાસ્તવિકતાના વિચારોથી ગ્રસ્ત નથી હોતું, - કોઇ ચીજો કે વિચારોથી ગ્રસ્ત નથી હોતું - ત્યારે ત્યાં કેવળ જે 'છેઙ્ખ તે હોય છે. અને તે જે છે એ સત્ય છે. કેવળ શૂન્યતામાં જ મિલન, ઐકય સંભવે છે. કેવળ શૂન્યતામાં જ તમે સત્ય સમક્ષ નિખાલસ, ખૂલ્લા અનાવૃત બનો છો અને સત્ય તમારામાં પ્રવેશે છે. કેવળ શૂન્યતામાં જ તમે સત્યગર્ભા બનો છો.

- ઓશો (અંતઃસ્ફુરણા)

: સંકલન :

હિતેશ વેકરીયા, રાજકોટ

મો. ૯૪૨૬૧ ૬૫૧૦૪

(3:18 pm IST)