Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

શહેરના ૭ ટેસ્ટીંગ બુથ પર વેકસીનના પ્રિકોશન ડોઝ પણ અપાશેઃ અમિત અરોરા

રાજકોટઃ. શહેરમાં હાલ પ્રવર્તી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે શહેરમાં જુદા જુદા પાંચ સ્થળો કે.કે.વી. ચોક, રૈયા ચોકડી, મવડી ચોકડી, આકાશવાણી ચોક અને મોટી ટાંકી ચોક, સોરઠીયાવાડી ચોક તથા ભકિતનગર સર્કલ ખાતે આ કોરોના ટેસ્ટ બુથ શરૂ કરવામાં આવ્યા છે. આ બુથમાં ટેસ્ટીંગ સાથે હવે સીનીયર સીટીઝનો, હેલ્થ વર્કર્સ તથા ફર્સ્ટ લાઈન વર્કર્સને પ્રિકોશન ડોઝ પણ આપવાની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યુ હતું.

(3:48 pm IST)