Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

૨૦૧૬માં નાપાસ થયેલા છાત્રો ફેર પરીક્ષા આપી શકશેઃ કાલથી ફોર્મ ભરાશે

કોરોના કાળમાં વિદ્યાર્થીના હિતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય

રાજકોટ, તા., ૧૧: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોના કાળમાં નાપાસ  છાત્રોના હિતમાં મુદત વધારવાનો મહત્વપુર્ણ લેવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અગાઉ ર૦૧૬માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ફેર પરીક્ષા માટે વધુ એક વાર મુદત વધારી છે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓ આગળનું શિક્ષણ મેળવી શકે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ર૦૧૬ નાં વિવિધ વિદ્યાશાખામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ફેર પરીક્ષા  આપી શકશે. તા. ૧ર જાન્યુ.થી ૩ દિવસ સુધી ફોર્મ ભરી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્ષેત્રની સાથે ગીર સોમનાથ, જુનાગઢ, અને પોરબંદરના વિદ્યાર્થીઓને પણ ફાયદો મળશે.

(3:51 pm IST)