Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

એલર્જીઃ આજના સમયમાં વ્‍યાપક તકલીફ

વિશ્‍વના ૧૦થી ૩૦% પુખ્‍ત વયના અને ૪૦% આસપાસ બાળકો એલર્જીની શરદીથી પરેશાન છેઃ ૬ કરોડ અમેરીકનો એલર્જી યુકત શરદીથી પીડાય છેઃ ડો. શ્રેણીક શાહ - ડો. જીતેન્‍દ્ર પટેલ

ડો. શ્રેણીક શાહની ઓમ.ઇ.એન.ટી. હોસ્‍પિટલમાં એલર્જી કલીનીક શરૂ થયું છે. જેમાં ડો. જીતેન્‍દ્ર પટેલ (ઇએનટી) ફુલ ટાઇમ સર્જન તરીકે સેવા આપી રહયા છે અને તેઓ ખાસ એલર્જીની સમસ્‍યા, એના ચિન્‍હો અને ઇલાજ માટે નિષ્‍ણાંત ગણાય છે. વિશ્વમાં એલર્જીથી થતી શરદીના અનેક લોકો સામનો કરી રહયા છે. દુનિયામાં આશરે ૧૦ ટકા થી ૩૦ ટકા પુખ્‍ત વયના લોકો અને આશરે ૪૦ ટકા જેટલા બાળકો એલર્જીની શરદીથી પરેશાન છે. લગભગ ૬૦ મિલિયન અમેરિકનો એલર્જી યુક્‍ત શરદીથી પીડાઇ રલા છે. ભારતમાં આશરે ૨૦ ટકા થી ૩૦ ટકા લોકો એલર્જીની શરદીથી પીડાઈ રહયા છે.
 દુનિયામાં આટલો મોટો એલર્જી શરદીનો વ્‍યાપ વધવામાં મુખ્‍યત્‍વે વાતાવરણમાં પ્રદૂષણ પણ એક મુખ્‍ય કારણ છે.  ઉપરાંત મોટી મોટી ફેકટરીઓ, વધતા જતા વાહનોની સંખ્‍યા વાતાવરણને પ્રદુષિત કરે છે.
 જ્‍યારે કોઈપણ દર્દી એલર્જિક શરદીથી પરેશાન હોય ત્‍યારે એમને એકદમ પાણી જેવી શરદી થતી હોય છે અને સાથે સાથે છીંક પણ સતત આવ્‍યા કરે છે. અને કયારેક નાક પણ બંધ થઇ જતું હોય એવું અનુભવાય છે. અમુક દર્દીને નાકમાં, તાળવામાં, ગળામાં કે આંખમાં ખંજવાળ પણ આવ્‍યા કરે છે.
ડો. શ્રેણીક શાહ અને ડો. જીતેન્‍દ્ર પટેલ જણાવે છે કે, એલર્જી શેની છે એ જાણવા માટે હાથની ચામડી ઉપર જુદા જુદા એલર્જન મૂકીને સ્‍કિન પ્રિક દ્વારા એલર્જી ટેસ્‍ટ કરવામાં આવે છે અને આ ટેસ્‍ટ બ્‍લડ દ્વારા કરવામાં આવતી એલર્જીના ટેસ્‍ટ કરતા પણ વિશેષ ચોકસાઈ ધરાવતો ટેસ્‍ટ છે.
 મોટાભાગના દર્દીઓમાં ધૂળની, ધૂળની અંદર રહેલા સાવ જ નાના નાના જંતુ (દુષ્ટ મિટે)ની, બાવળના ઝાડની એલર્જી પણ જોવા મળે છે. ઉપરાંત ખાવા પીવાની વસ્‍તુમાં કોકો પાવડર (ચોકલેટ) અથવા આજીનો મોટા (ચાઇનીઝ ફૂ૫) ની, કઠોળ જેવા કે, ચણા, વટાણા અને કેશરની પણ એલર્જી જોવા મળી છે. સામાન્‍ય રીતે દૂધ અને દૂધમાંથી બનાવેલ (ડેરી પ્રોડક્‍ટ્‍સ) માં થી બનતી ચીજ વસ્‍તુઓમાંથી વિશેષ પ્રમાણમાં એલર્જી થાય છે. આપણા દેશમાં આ પ્રકારની એલર્જી બાળકોમાં વિશેષ જોવા મળે છે.
 એલર્જીની બચવા માટે (૧) ઘરની અંદર પ્‍લેટ વાળા ૫ડદાને બદલે સાદા ૫ડદા લગાડવા જોઈએ. (૨) એર કન્‍વીશંડ વાપરતા હો તો એના ફિલ્‍ટરને નિયમિત સાફ કરાવતા રહેવું જોઇએ. (૩) ઘરમાં પ્રાણીઓ પાળવાર્થી દૂર રહો   (૪) ઘરને સાફ કરવા માટે ભીના પોતાનો ઉપયોગ કરો. (૫) ઉનના ધાબળાને બદલે પોલિએસ્‍ટર અથવા સિન્‍થેટિક ધાબળાનો ઉપયોગ કરો. (૬) ઓશિકા માટે પ્‍લાસ્‍ટિકના કવરનો ઉપયોગ કરો. (૭) પાણી જો લીક થતું હોય તો તુરંત એને રીપેર કરો અને જરા પણ લિલ કે ફૂગ થવા દેવી નહિ. (૮) કળત્રિમ સુગંધી દ્રવ્‍યો જેવા કે, સ્‍પ્રે, અગરબત્તી, અત્તર અને ડિઓડરન્‍ટ થી દૂર રહો. (૯) રાત્રે બની શકે તો રૂમના બારી બારણાં બંધ રાખો.(૧૦) ઘરને વિશિષ્ટ રીતે સાફ કરવા માટે વેકયુમ ક્‍લિંનરનો ઉપયોગ કરો. (૧૧)રૂમની હવામાં રહેલ એલર્જન ને ઓછું કરવા માટે એર પ્‍યુરિકાયર વાપરો. (૧૨) સુવા માટેના રૂમમાં શકય એટલી વસ્‍તુ કે સામગ્રી ઓછી રાખો. (૧૩) ચાદર અને ઓશિકા દર અઠવાડિયે ગરમ પાણીમાં ધોઇને તડકે સુકવી રાખો.
જયારે ઘરની બહાર જાઓ ત્‍યારે (૧) મુસાકરી કરતી વખતે માસ્‍ક પહેરી રાખો અને વાહનની બારી પણ બંધ રાખો. (૨) ઘાસની એલર્જી હોય તો ઘાસ ઉપર ચાલવાનું બંધ કરો. (૩) વહેલી સવારે પરાગ રજ વિશેષ પ્રમાણમાં હોય છે એટલે બહારના કામ બપોરે અથવા સાંજે કરો.
 ઉપરાંતઃ ઇમ્‍યુનીટી વધારો. ઇમ્‍યુનીટી વધારવા માટે પુષ્‍કળ લીલા શાકભાજી ખોરાકમાં લો, દરરોજ નિયમિત કસરત કરો, કસરત કરી ના શકો તો, નિયમિત ૨૦ મિંનિટ ચાલવાનું રાખો ઉપરાંત પૂરતી ઊંઘ લેવી જોઈએ અને ધ્‍યાન - યોગ નિયમિત રૂપે કરવા જોઈએ. તણાવમુક્‍ત જીવન એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.
એલર્જીની શરદીની સારવાર ઘણી રીતે કરી શકાય છે. પ્રથમ તો એલર્જી કઈ વસ્‍તુની છે તે એલર્જીના ટેસ્‍ટ દ્વારા જાણીને તે વસ્‍તુથી દૂર રહેવું કે તે વસ્‍તુ ન ખાવી - એલર્જીથી બચવાનો બેસ્‍ટ ઉપાય છે.
 અન્‍ય સારવારમાં મોં દ્વારા લેવાતી દવાઓ જેમ કે એન્‍ટિ-હિસ્‍ટામાઇન્‍સ, એન્‍ટી-લ્‍યુકોટરીન્‍સ અને ડી-કન્‍જેસ્‍ટન્‍ટસનો સમાવેશ થાય છે. બીજી જાતની દવામાં નાકમાં લગાવવામાં આવતા સ્‍ટીરોઇ૫ના સ્‍પ્રેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અમુક કિસ્‍સામાં ઇમ્‍યુનોથેરાપી નામની સારવાર આપવામાં આવે છે. આ સારવાર માં જે તે વસ્‍તુની દવાના ટીપા દર્દીએ દરરોજ જીભ નીચે મુકવાના હોય છે અને અમુક મહિનાના અંતે તે દર્દી તેની તે વસ્‍તુની એલર્જીથી મુક્‍ત થઇ શકે છે.
ડો. શ્રેણીક શાહની એમ હોસ્‍પિટલમાં એલર્જીક શરદી માટેના ટેસ્‍ટ અને ઇલાજની સુવિધા શરૂ થયાનું અને ડો. જીતેન્‍દ્ર પટેલ સેવા આપી રહયાનું ડો. શ્રેણીક શાહે જણાવ્‍યું છે.


ડો. શ્રેણીક શાહ
એમ.ઇ.એન.ટી. હોસ્‍પિટલ
એલર્જી કલિનીક રાજકોટ
(૦૨૮૧-૨૨૩૪૧૯૯)
ડો. જીતેન્‍દ્ર પટેલ
(ફુલ ટાઇમ ઇએનટી સર્જન)

 

(3:58 pm IST)