Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

આરોગ્ય સાધનો ખરીદવા ગ્રાન્ટ ફાળવતા ધારાસભ્ય સાગઠીયા

ગ્રામ્ય વિસ્તારની જનતા માટે

રાજકોટ,તા.૧૧: રાજકોટ ગ્રામ્ય મત વિસ્તારમાં ૭૧ - રાજકોટ ગ્રામ્ય વિધાનસભામાં આવતા રાજકોટ, કોટડાસાંગાણી, લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જુદા જુદા સામુહીક આરોગ્ય કેન્દ્ર તથા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર  માટે  મેડિકલ સાધનો તાત્કાલિક ધોરણે  લાખાભાઈ સાગઠીયાની  વર્ષ ૨૦૨૧/૨૨ની ધારાસભ્યની ગ્રાન્ટ માંથી ખરીદવા માટે રૂ.૩૬ લાખ ૬૦ હજાર ફાળવવા મા આવેલ છે.

શ્રી સાગઠીયા દ્વારા અગાઊ પણ રાજકોટ સિવિલ હોસ્પીટલ ને દર્દીઓ ને લાવવા માટે એમ્બુલન્સ ની ફાળવણી કરેલ છે તેમજ હોસ્પીટલ ને લગતા તમામ સાધનો જે સરકાર શ્રી ગાઈડલાઈન મા હશે તે ખરીદવા માટે ગ્રાન્ટ ફાળવવા ની ઓફર પણ કરેલ છે.

(3:08 pm IST)