Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કોરોના આચાર સંહિતા પાલન બદલ મવડી પ્લોટ વેપારી એસો.ને પ્રશંસાપત્ર

રાજકોટ : કોરોનાની સાંકળ તોડવા સતત બે અઠવાડીયા શનિ રવિ સ્વૈચ્છિક લોકડાઉનની પહેલ કરનાર મવડી પ્લોટ વેપારી એસોસીએશન દ્વારા મવડી સહીતના આસપાસના વિસ્તારમાં કોરોના અટકાવવા લેવાય રહેલ કાળજીપૂર્વકના પગલા બદલ શહેર પોલીસ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં લોકડાઉન હવે લાગ્યુ. પરંતુ મવડી વિસ્તારના વેપારીઓએ તો પહેલેથી દર શનિ - રવિ સ્વૈચ્છિક લોકડાઉનની પહેલ કરી હતી. વૈભવભાઇ બોરીચા (જયોતિ ગ્રુપ), જયસુખભાઇ ચાંગાણી (રાધીકા સ્ટીલ સેન્ટર), મુકેશભાઇ નારીયા (બાલ કૃષ્ણ મંડપ), નરશીભાઇ કાકડીયા (અમૃત ટ્રેડર્સ), મનસુખભાઇ કાકડીયા (જય હેન્ડલુમ), મહેશભાઇ સાવલીયા (શિવ શકિત), જમનભાઇ સોંડાગર (ચામુંડા હાર્ડવેર) વગેરેના પ્રયાસોથી વેપારીઓએ આ કાર્ય સફળ બનાવ્યુ હતુ. જે બદલ પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલના હસ્તે મવડી પ્લોટ વેપારી એસોસીએશનના પ્રમુખ વૈભવભાઇ રાજુભાઇ બોરીચા (જયોતિ ગ્રુપ), સેક્રેટરી જયસુખભાઇ ચાંગાણી (રાધીકા સ્ટીલ સેન્ટર)ને આ પ્રશંસાપત્ર સુપ્રત કરાયુ ત્યારે માલવીયાનગર પોલીસ ઇન્સ્પેકટર શ્રી ભુકણ તથા તાલુકા પોલીસ ઇન્સ્પેકટર શ્રી ધોળા તેમજ મવડી વિસ્તારના વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:08 pm IST)