Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

રાજકોટના રાજવી પરીવારને એ.એલ.સી. એકટ હેઠળ અપાયેલ અબજોની જમીનનો મામલોઃ સરકારે અપીલ કર્યા બાદ હવે ર૩મીએ સૂનાવણી

જે તે સમયે રાજકોટ-માધાપર-સરધારમાં તત્‍કાલીન મામલતદાર જાડેજાએ ૩૬પ એકર જગ્‍યા રાજવી પરીવારને ફાળવી દિધી'તી : ૩૦૩ એકર જગ્‍યા ફાજલ જાહેર કરેલ : રાજવી પરીવારને ફાળવી દેવાયેલ જગ્‍યા સામે તાત્‍કાલીક કલેકટરે અપીલ કરતા આખો કેસ હવે રાજકોટ સીટી પ્રાંત-૧માં ૬ વર્ષ બાદ ચાલશે : રાજકોટ-માધાપર-સરધારની વિવિધ સર્વે નંબર વાળી જમીનઃ સીટી પ્રાંત-૧ દ્વારા પૂર્વ-પヘમિ મામલતદાર અને રાજવી પરિવારને નોટીસો પાઠવી ર૩ મેના રોજ સુનાવણી માટે બોલાવ્‍યા : સરકાર સામે સ્‍વ. મનોહરસિંહજી જાડેજા, સ્‍વ. પ્રદ્યુમનસિંહજી લાખાજીરાજજીના વારસદારો પ્રમિલાકુમારીબા પ્રદ્યુમનસિંહજી, સ્‍વ. અનિરૂધ્‍ધસિંહજી-પ્રહલાદસિંહજીના વારસદારો-રણસૂરવિરસિંહ અનિરૂધ્‍ધસિંહજી જાડેજા તથા મોહિનીબા જાડેજા-પ્રતિવાદીઓ...

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટના રાજવી પરિવાર સ્‍વ. મનોહરસિંહજી જાડેજા અને પરિવારના ૬ થી ૭ વર્ષ પહેલા રાજવી પરિવારને ફાળવી દેવાયેલ એએલસી એકટ હેઠળની અબજોની ૩૬પ એકર જમીનનો મામલો ફરી રાજકોટમાં ચર્ચાના ચકડોળે ચડશે, આખો કેસ અત્‍યંત નજીકના સમયમાં ફરી શરૂ થઇ રહ્યો છે, રાજકોટ સીટી પ્રાંત-૧ શ્રી ચૌધરીએ સમગ્ર કેસની તલસ્‍પર્શી વિગતો જાણી, અભ્‍યાસ કરી બંને પક્ષકારો એટલે કે શ્રી સરકાર અને પૂર્વ-પશ્ચિમ મામલતદાર તથા રાજવી પરિવારને કે જેઓને આ જમીન સાથે લાગેવળગે છે તેમને નોટીસો આપી પ્રથમ સુનાવણી તા. ર૩-પ-ર૦રર ના રોજ રાખતા અને નોટીસો ઇસ્‍યુ કરતા હલચલ મચી ગઇ છે, તા. ર૩ મીએ એએલસી  એકટ હેઠળ ફાળવાયેલ જમીનનો કેસ શરૂ થશે તેમ રાજકોટ કલેકટર તંત્રના ટોચના અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

અત્રે આ રસપ્રદ કેસની વિગત મુજબ કેસ નં. ર૦૧પ-૧૦-૬-ર૦૧૬ ના ચુકાદાથી તત્‍કાલીન રાજકોટ પૂર્વ મામલતદાર શ્રી જાડેજાએ રાજકોટ-સરધાર-અને માધાપરની વિવિધ સર્વે નંબરવાળી કુલ ૩૬પ.૦૭ એકર જગ્‍યા રાજવી પરીવારને એએલસી એકટ હેઠળ ફાળવી દિધી હતી, સંભવત આ જગ્‍યા ૬ થી ૭ યુનિટ થવા જાય છે. અને બાકીની ૩૦૩ એકર જગ્‍યા રાજયસાત એટલે કે ફાજલ જાહેર કરી હતી, જે તે સમયે તત્‍કાલીન મામલતદારના આ ચૂકાદાથી કલેકરટ લોબીમાં અને રાજકોટમાં સોંપો પડી ગયો હતો, આ ઉપરાંત તાજેતરમાં જ આ જમીન ફાળવવા બાબતે અંદાજે ૧ થી ૧ાા વર્ષ પહેલા જ  રાજકોટના જ રાજવી પરિવારના જ એક સભ્‍યએ શહેરની હોટલમાં પત્રકાર પરિષદ બોલાવી કરોડોના ભ્રષ્‍ટાચાર મામલે ગંભીર આક્ષેપો પણ જાતે અધિકારી સામે થયા હતાં.

આ પછી આ ચૂકાદા બાદ તત્‍કાલીન કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ફાળવી દેવાયેલ આ જગ્‍યા સામેના ચૂકાદા સામે રાજકોટ સીટી પ્રાંત-૧ માં અપીલ કરવા સુચના આપતા લાગુ પડતા મામલતદારો પૂર્વ અને પમિ બંને મામલતદારોએ ચૂકાદા સામે અપીલ કરી હતી, શ્રી સરકાર પણ આમાં  અપીલમાં છે, આ પછી આ કેસ ચાલ્‍યો ન હતો, લગભગ પ થી ૬ વર્ષ વિતી ગયા બાદ હવે આ કેસ ફરી શરૂ થવા જઇ રહ્યો છે, રાજકોટ સીટી પ્રાંત-૧ શ્રી ચૌધરીએ કેસના ચૂકાદા- તથા ફાઇલોનો સંપૂર્ણ અભ્‍યાસ કર્યા બાદ બંને પક્ષકારો એટલે કે મામલતદારો અને શ્રી સરકરને તથા સામે રાજવી પરિવારના સભ્‍યોને સુનાવણી કરવા અર્થે નોટીસો આપી તા. ર૩ મેના રોજ પ્રથમ સુનાવણી રાખી છે,

રાજવી પરિવારના પ્રતિવાદીઓ સ્‍વ. મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજા, સ્‍વ. પ્રદ્યુમનસિંહજી લાખાજીરાજજી જાડેજાના વારસદારો, પ્રમિલાકુમારીબા (પ્રમિલા રાજે) પ્રદ્યુમનસિંહજી જાડેજા, સ્‍વ. અનિરૂધ્‍ધસિંહ પ્રહલાદસિંહજી જાડેજા, રણસૂરવિરસિંહ અનીરૂધ્‍ધસિંહ જાડેજા અને મોહિનીબા જાડેજાનો સમાવેશ થાય છે.

ઉપરોકત રાજવી પરિવારને ફાળવાયેલ, થયેલ ઠરાવ સામે શ્રી સરકાર તથા ખેત જમીન ટ્રીબ્‍યુનલ - મામલતદાર (પૂર્વ - પヘમિ)નો સમાવેશ થાય છે, જમીન રાજકોટ-માધાપર-સરધારની છે, ર૩ મીએ સુનાવણી હાથ ધરાશે, કેસ ફરી શરૂ થઇ રહ્યો હોય ભારે ઉતેજના છવાઇ છે.

(3:39 pm IST)