Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

રાજકોટમાં ગ્રીષ્‍માકાંડ સર્જાતા સહેજમાં અટક્‍યો જાગૃત નાગરિકની સમય સુચકતાથી યુવતીની લાજ બચી

પોલીસ અને ભાજપના પાણીદાર નેતાઓ કયાં છે ?: ગાયત્રીબા વાઘેલા

રાજકોટ, તા. ૧૦ : ભાજપની અંદરો અંદરની લડાઈ શહેર પોલીસના પૂર્વ કમિશનર અને ક્રાઈમ બ્રાંચના ખંડણીખોર અધિકારીઓના કારણે બદનામ થયેલ રાજકોટ પોલીસ અને હાલના ઈન્‍ચાર્જ પોલીસ કમિશનરના રાજમા દીન દાહડે સરાજાહેર  મહીલાને માર મારવાની ઘટના સામે આવી છે.

સૌરાષ્‍ટ્ર ના પાણીદાર જાગળત નાગરિક ની સમય સુચકતા કારણે સુરત જેવી ઘટના બનતી અટકી છે.

કયાંછે?ચોકીદાર  કયાં છે ગળહ મંત્રી? શુ આ છે ગુજરાત ની કાયદો અને વ્‍યવસ્‍થા સ્‍થિતી ? શરમ કરે સરકાર.

શહેરના ઈન્‍ચાર્જ પોલીસ કમિશનર પોલીસ ખાતાની બદલીઓના કામ અને હથિયાર પરવાનાના કામમાંથી સમય કાઢી એ.સી ચેમ્‍બર બહાર ફીલ્‍ડમાં નિકળે તો પ્રજાની સલામતી  મળે તેવો વસવસો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબેન વાઘેલાએ ઠાલવ્‍યો છે.

 આજે સવારે રાજકોટ શહેર ના મનહર પ્‍લોટ મેઈન રોડ ઉપર ખાનગી દવાખાના મા ફરજ બજાવતી દીકરી પસાર થઈ રહી હતી ત્‍યારે અગાઉથીજ ઘાત લગાવી ઉભેલા ટપોરીએ સરાજાહેર કોઈના ડર વગર આ દીકરી ઉપર હૂમલો કરેલ ત્‍યારે પોતાની જાન બચાવવા આ દીકરી રોડ ઉપર ભાગતી હતી. સદનસીબે કોઈ હિંમતવાળા સ્‍કુટર ચાલક અને રીક્ષા ડ્રાઇવરે આ સખ્‍સથી આ દીકરીની લાજ બચાવી નહીતર તાજેતરમાં સુરતમાં બનેલા ગ્રીષ્‍મા હત્‍યાકાંડ જેવી ઘટના બનતા વાર લાગી ન હોત.

   આ સ્‍થિતિમાં ગુજરાતના ગળહ મંત્રીશ્રી હર્ષ સંઘવીજી સુરત ની ઘટના બાદ જણાવેલ કે બેન દીકરીઓ ની છેડતી કરનારને પોલીસ છોડશે નહી. અને આકરી સજા કરશે. ત્‍યારે પોલીસ કમિશનર વિહોણા રાજકોટ શહેરની આજની આ ઘટના બાબતે સરકાર, પોલીસ અને ભાજપના કહેવાતા પાંણીદાર નેતાઓ શુ પગલાઓ લેશે ? તેવો ધારદાર પ્રશ્ન શ્રીમતી ગાયત્રીબા વાઘેલાએ ઉઠાવ્‍યો છે. 

(6:18 pm IST)