Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

હોસ્‍પિટલ ચોક બ્રીજના વધારાના ૨૫ કરોડ આપી પણ કન્‍સલ્‍ટીંગ એજન્‍સી સામે પગલા લ્‍યોઃ પુષ્‍કર પટેલ લાલઘુમ

ફાઉન્‍ડેશનની ઉંડાઇની કામગીરી સલાહકારને કેમ ધ્‍યાનમાં ન આવી? એજન્‍સીને ખુલાસો પુછી શિક્ષાત્‍મક પગલા લેવા સ્‍ટેન્‍ડિંગ કમિટિની સુચના

રાજકોટ તા. ૧૦: શહેરના હોસ્‍પિટલ ચોક ખાતે નિર્માણ પામી રહેલા થ્રી આર્મ ફલાય ઓવરબ્રીજમાં ઉંડા ખોદાણ, નવા સ્‍લેબ કલવર્ટ, ડ્રેનેજ, ગર્ડર માટેનાં રૂા.૧૪.૮૯ કરોડ તથા આંતર રાષ્‍ટ્રીય કક્ષના સ્‍ટીલ સીમેન્‍ટના ભાવ વધારાનાં કારણે રૂા.૧૦.૦૬ કરોડ સહિત કુલ રૂા.૨૫ કરોડનો વધારો એજન્‍સીએ માંગતા આજે મળેલ સ્‍ટેનિડંગ કમિટિએ આ વધરોનો ખર્ચ મંજુર કર્યો હતો પરંતુ બ્રિજનાં ફાઉન્‍ડેશનની ઉંડાઇની કામગીરી સલાહકારને કેમ ધ્‍યાનમાં ન આવી? એજન્‍સીને ખુલાસો પુછી શીક્ષાત્‍માક પગલા લેવા સ્‍ટેન્‍ડિગ કમિટિએ ભલામાણ કરી છે.

મ્‍યુનિ. કોર્પોરેશનની સેન્‍ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલ સ્‍ટેન્‍ડીંગ કમિટિના કોન્‍ફરન્‍સ રૂમમાં આજે  બપોરના ૧૨ કલાકે મનપાની સ્‍ટેન્‍ડીંગ કમિટિની મીટીંગ સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલની અધ્‍યક્ષતામાં મળી હતી. આ પુર્વે મળેલ ભાજપ સંકલનની બેઠકમાં હોસ્‍પિટલ  ચોક બ્રિજનાં વધારાના ૨૫ કરોડ ખર્ચ સહિતની દરખાસ્‍ત અંગે સ્‍ટે.ચેરમેન પુષ્‍કર પટેલ,  સ્‍ટેન્‍ડિગ કમિટિ સભ્‍ય નેહલ શુકલએ વિસ્‍તૃત ચર્ચાઓ કરી હતી.

આ અંગે સ્‍ટે. ચેરમેન પુષ્‍કર પટેલએ જણાવ્‍યુ હતુ કે, આ બ્રિજનું કામ પ્રથમ વખત મંજૂર થયુ ત્‍યારે ખર્ચ ૮૪ કરોડ હતું. આ બાદ બ્રિજની ડિઝાઇન મંજૂર કરતા રાજ્‍ય સરકારના માર્ગ મકાન વિભાગના કાર્ય પાલક ઇજનેર અને ડિઝાઇન કન્‍સ. દ્વારા વધુ ઉંડા ખોદકામ ફાઉન્‍ડેશનની કામગીરી કરવામચં આવી હતી. નવા પીયરનું કામ મંજૂર કરાતા ડિઝાઇન મુજબ ફુટીંગની સાઇઝમાં વધારો થયો છે. અને ઉંડાણ પણ વધ્‍યુ છે. પ્રિકાસ્‍ટ ગર્ડરના બદલે આરસીસી પ્રિ-સ્‍ટ્રેસ ગર્ડર મંજૂર કરવામાં આવ્‍યા છે. આ સહિતના કામોમાં વધારો થતા નવા કામ રૂા. ૧૪.૮૯ કરોડનો ખર્ચ વધારો થયો છે. આ ઉપરાંત  સ્‍ટીલ જેવી આઇટમના ભાવમાં છેલ્લા મહિનાઓમાં થયેલ ભાવ વધારાનો તફાવત આપવાનો થયો છે. તે ખર્ચ પણ ૧૦.૬ કરોડ વધ્‍યો છે.

વધુમાં શ્રી પટેલે જણાવ્‍યુ હતુ કે ફાઉન્‍ડેશન વધુ ઉંડા, ખોદકામની કામગીરી બ્રિજના કન્‍સલ્‍ટીંગ એજન્‍સીને કેમ ધ્‍યાનમાં ન આવી ? સહિતના મુદ્દે ખુલાસો પુછી શિક્ષાત્‍મક પગલા લેવા સ્‍ટેન્‍ડિગ કમિટિએ ભલામણો કરી છે.

(4:38 pm IST)