Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

રાજકોટના ત્રણ યુવાનોએ રાજકોટથી રાજસ્‍થાન સુધી કરી ૧૧૦૦ કિ.મી.ની બાઈક સફર

તાણ ફકકડ, રાજ લાકડવાલા અને કૈઝીર જોડીયાવાલાએ ગલીયાકોટમાં મઝારે ફકરીમાં દુઆ કરી :‘‘નો વોટર નો લાઈફ''નો સંદેશો વહાવ્‍યો

રાજકોટઃ દાઉદી વ્‍હોરા સમાજના તાહાભાઈ ફકકડ, રાજભાઈ લાકડાવાલા અને કૈઝારભાઈ જોડીયાવાલાએ તાજેતરમાં રાજકોટથી અમદાવાદ- સંતરામપુર થઈને ગલીયા કોટ (રાજસ્‍થાન) બાઈક રાઈડ ૧૧૦૦ કિ.મી. કરીને રાજકોટ પરત આવી ગયા છે.
તેઓ આ સફર દરમ્‍યાન અનેક સમાજના લોકોને મળીને જણાવેલ કે કલ્‍પના કરી શકાતી નથી. જીવનના તમામ કાર્યો કરવા માટે પાણીની જરૂરત પડે છે. પાણીએ પૃથ્‍વી પર ઉપલબ્‍ધ એક મુલ્‍યવાન સંસાધન છે અથવા તેના બદલે તે તમામ જીવંત પ્રાણીઓ માટે જીવનનો આધાર છે. ખરા અર્થમાં પૃથ્‍વી પર માત્ર ૧% પાણી માનવ ઉપયોગ માટે ઉપલબ્‍ધ છે. શહેરીકરણ અને ઔદ્યોગિકિકરણની ઝડપીગતી અને વધતા પ્રદુષણ અને વસ્‍તીમાં સતત વધારો સાથેએ મોટો પડકાર છે. લોકોએ વરસાદી પાણીની ઉપલબ્‍ધતા સુનિヘત કરવીએ મોટો પડકાર છે. લોકોએ વરસાદી પાણીનો બચાવ કરવો પાણીનો ઉપયોગ જોઈએ તેટલો જ કરવો જોઈએ. સૌએ વૃક્ષો વાવવા જોઈએ. નો વોટર, નો લાઈફ, પાણી એ જીવન છે. લોકોને પાણી બચાવવા માટે જાગૃત કરેલ હતા.
રાજકોટના બીસ્‍ટ બ્રિગેડ રાઈડર્સના યુવાનો ગલીયાકોટમાં મઝારે ફખરીમા દુઆ કરેલ હતી કે તેમની આ રાઈડમાં લોકોને જાગૃત કરવા પાણી બચાવવા માટે સફર થાય લોકોને પાણીનું મહત્‍વ સમજાય. તેમ શેખ યુસુફઅલી જોહરકાર્ડસવાલાએ પ્રેસ યાદીમાં જણાવ્‍યું હતું.

 

(10:39 am IST)