Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

કૌટિલ્‍યનું અર્થશાષા આપણે કેમ ભુલી ગયા છીએ? મોંઘવારીથી વાઝ આવી ગયેલી પ્રજા એ જરૂર એ અપનાવવુ પડશે જ

તંત્રીશ્રી,
આર્ય સંસ્‍કૃતિને નષ્‍ટપ્રાય કરવા, રિઝર્વ બેન્‍ક, જીડીપી, આઇએમએફ, ફેડરલ બેન્‍ક, શેરબજાર જેની સાથે આપણી સંસ્‍કૃતિને કાંઇ લાગતું વળગતું નથી એને આપણી  ઉપર ઠોકી બેસાડવામાં આવ્‍યું છે. શેરબજારમાં  થતી રાક્ષસી ઉથલપાથલ હજારો લોકોને પાયમાલ કરી આત્‍મહત્‍યા કરવા મજબૂર કરે છે. જરૂર પડયે આભાસી ફુલગુલાબી ચિત્ર ઉભુ કરી દુઃખની ગર્તામાં ધકેલી દયે છે. મફતમાં મહેનત વગર પૈસા મેળવી લેવાની લાલચુવૃત્તિ લોકોને ભૂખે મરતા કરી દેશે જ એમાં કોઇ શક નથી. શેરબજાર કોના હાથમાં છે એ સીધી સાદી વાત લોકો સમજતા કેમ નથી એ આヘર્યની વાત છે. કયારેય કોઇ કંપનીઓ શેરહોલ્‍ડર્સ માટે નથી રળતી એ કડવું સત્‍ય છે. ૧૮૬૪માં  અંગ્રેજો શેરબજાર ભારતમાં લાવ્‍યા. ભારતીય અર્થવ્‍યવસ્‍થા કૌટિલ્‍યના અર્થશાષા પ્રમાણે ચાલતી હોત તો આ ‘મોંઘવારી' શબ્‍દ જ ન હોત. ગરીબમાં ગરીબ વ્‍યકિત પણ શાંતિથી જીવી શકતી હોત, શેરબજારને અહીંથી હાંકી કાઢો, અર્થવ્‍યવસ્‍થા સ્‍થિર થઇ જશે. અહીં તેની જરૂર નથી એને યુરોપ ભેગો કરી દયો.
દુનિયાના અર્થતંત્ર સાથે આપણે કાંઇ લેવા-દેવા નથી, તેનાથી આપણે તદન ભિન્‍ન છીએ. બેંકો કયાં હતી ? રાજકીય પક્ષોના તત્‍વો મહમદ તઘલખના વંશજ છે એમ કહેવાય ? ટૂંકમાં વૃધ્‍ધિદર ઉંચો-નીચો થાય, બેંકોના વ્‍યાજદરમાં ફેરફાર વિગેરે સાથે અતુલ્‍ય ભારત દેશને લગીરે લેવા-દેવા નથી. આપણું પશુધન, જળ, જંગલ, જમીન, ખેતીવાડી આટલું જ પર્યાપ્ત છે. એ મોંઘવારી શું કહેવાય તે જાણતું નથી. ખેડૂતો આ પ્રજાને ટેકો આપે છે. તેમને ટેકાની કયાં જરૂર છે ? દૂરના ભૂતકાળમાં રાજાઓના સમયમાં કયારેય ટેકાના ભાવનો ઉલ્લેખ નથી.
લોકોની લાલચુ વૃત્તિ ખ્‍યાતનામ કંપનીઓના શેર બહાર પડે તેની કાગડોળે રાહ જુએ છે. પણ કંપનીઓ કીટભક્ષી પિચર પ્‍લાંટ (Pitcher) વીનસ ફલાય ટ્રેપ (Venus Flytrap) બ્‍લૈડરવર્ટ (Bladderwort) સનડયુ (Sundew) કોબરાલીલી (Cobralily) ની જેમ લલચાવીને પૂર્ણપણે ભક્ષણ કરી જાય છે. આજનો યુવા વર્ગ ખુબ જ શેરોમાં આડેધડ રોકાણ કરે છે અને છાશવારે આત્‍મહત્‍યાના બનાવો છાપામાં ચમકે છે. એ કમનસીબી આપણે સૌ મુંગે મોઢે નિહાળીયે છીએ. દેશને જો ખરેખર ગતિશીલ અને પ્રગતિશીલ બનાવવો જ હોય તો પાછું ફરવું જ પડશે. ખેતી અને પશુધન ઉદ્યોગોને ધમધમતા કરવા જ પડશે. મા ધરતી આપણી રાહ જુએ છે. વન્‍ય સમૃધ્‍ધિ પશુપાલન અને ખેતી જ આપણને બચાવશે. હજુ સમય છે. મહાવિનાશને રોકવા કંઇક તો કરવું જ પડશે. સૌની ફરજ છે. બોલો, કયારે શરૂઆત કરીશું...?
સુમનલાલ છોટાલાલ કામદાર
અહિંસક આર્ય મહાસંસ્‍કૃતિના અનુરાગી
(મો. ૯૪ર૭૧ ૩પ૮૭૦) રાજકોટ

 

(11:20 am IST)