Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

રાજકોટ જિલ્લામાં ૧૫માં નાણાપંચના કામો નવા S.O.R મુજબ કરવા રજુઆત

જૂના ભાવે કામો કરવા સરંપચો ઉપર દબાણ કરવાના બદલે વર્કઓર્ડર અપાયા બાદ શરૂ ન થયેલા તમામ કામો નવા S.O.R મુજબ કરવા પંચાયત મંત્રીને રજુઆત કરતાઃધ્રુપદબા જાડેજા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)માર્ગ અને મકાન વિભાગ દ્વારા સને.૨૦૧૨ ના નવા S.O.R અમલી કરાવવામાં આવતા રાજકોટ જિલ્લામાં ૧૫ માં નાણાપંચની (જીલ્લા/ તાલુકા અને ગ્રામ્‍ય કક્ષા)જોગવાઈ મંજુર કરવામાં આવેલ તમામ કામો નવા S.O.R મુજબ અંદાજપત્રકો બનાવી કામો કરવાની મંજુરી આપવા માટે રાજકોટ જીલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા ધ્રુપદબા કુલદિપસિંહ જાડેજાએ પંચાયત મંત્રી, અધિક મુખ્‍ય સચિવ અને વિકાસ કમિશ્નર ગાંધીનગરને રજુઆત કરી છે.

પંચાયત વિભાગ દ્વારા સને.૨૦૨૦/૨૧ તથા સને.૨૦૨૧/૨૨ ના વર્ષના કામો એક-દોઢ વર્ષ મોડી મંજુરી આપવામાં આવી છે જુના S.O.R મુજબ કામો કરવા ગ્રામ પંચાયતોને પરવડી શકે તેમ નથી તેમ છતાં કામો શરૂ પુરા કરવા રાજકોટ ડી.ડી.ઓ ટી.ડી.ઓ ઉપર દબાણ કરે છે અને ટી.ડી.ઓ. સરપંચો ઉપર જુના ભાવના કામો કરવા માટે દબાણ કરે છે તેના બદલે નવા એસ.ઓ.આર મુજબ અંદાજો બનાવી ગ્રામ પંચાયતોને કામ કરવામાં આર્થિક નુકશાન ન થાય તે માટેના કોઈ અસરકારક પગલા ભરવામાં આવતા નથી.

ગ્રામ પંચાયતોને ૧૫ માં નાણાપંચ સદરેના કામો જુના S.O.R જુના એસ.ઓ.આર મુજબ કામો કરવાનો સખત વિરોધ કરી નવા S.O.R મંજુર કરવા માટે સરકાર સમક્ષ રજુઆત કરી હતી, નવા S.O.R અમલી બનતા વિકાસ કમિશ્નરશ્રી, ગાંધીનગરના પત્રનં વિકઓડીટયુ-૭/૧૫ મુ નાણાપંચ એઓઆર.રીવાઈઝ ૦૪૪૨૦૨૨/૨૫ તા.૧૮/૪/૨૦૨૨ ના પત્રથી ૧૫ માં નાણાપંચ હેઠળ આયોજીત કામોની રકમમાં ફેરફાર થવા અંગે જાણ દરેક ડી.ડી.ઓને એસ.ઓ.આર.રીવાઈઝ થવાથી જરૂરી ફેરફાર કરવા અંગેની જાણ કરવામાં આવી છે.

૧૫ માં નાણાપંચ સદરે જિલ્લા/તાલુકા અને ગ્રામ્‍ય કક્ષાના કામો કરવાના થાય છે જેમાં નવા S.O.R ના ભાવો અમલી બને તે પહેલા જના ભાવ મુજબ સને.૨૦૨૦/૨૧ તથા સને.૨૦૨૧/૨૨ ના વર્ષના અંદાજપત્રકો તૈયાર થઈ ચુકયા છે. વિકાસ કમિશ્નર દ્વારા લખવામાં આવેલ પત્રમાં માત્ર વર્કઓર્ડર આપવામાં આવેલ નથી તેવા જકામોના રીવાઈઝ અંદાજપત્રક બનાવવા જણાવવામાં આવ્‍યું છે, નાણાપંચના વર્કઓર્ડર આપેલા અને જીઓ ટેગીંગ થયા બાદ પણ શરૂ ન થયેલા કામોની રકમમાં ફેરફાર કર્યા વગર સી.સી.રોડ, પેવરબ્‍લોક, ભુ.ગટર, પાઈપલાઈન સહીતના કામોમાં માપ સાઈઝમાં થોડો ઘટાડો કરવાથી મુળ ૨કમમાં જ કામો થઈ શકે તેમ છે જેથી આવા કામોના રીવાઈઝ અંદાજપત્રક બનાવવા જરૂરી કાર્યવાહી કરવા અને જે કામોના અંદાજો બન્‍યા છે અને વહીવટી આપવાની બાકી છે તેવા તમામ કામોના નવા એસ.ઓ.આર મુજબ અંદાજો બનાવવામાં આવે તો કામો ગુણવતા વાળા અને ઝપથી થઈ શકે તેમ છે.

(11:23 am IST)