Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

એડવોકેટ દિપકભાઇ એમ. લાડવાની નવી ઓફીસનું કાલે મંગલ ઉદ્દઘાટન

રાજકોટ તા.૧૧: રેવન્‍યુ ક્ષેત્રે છેલ્લા ઘણા વર્ષોનો અનુભવ ધરાવતા એડવોકેટ દીપક એમ. લાડવાની નવી ઓફીસનો મંગલ ઉદ્દઘાટન સમારોહ તા. ૧૨ ના ગુરૂવારે સવારે ૯ થી ૧૨ ધી સ્‍પાયર-ર, સેકન્‍ડ ફલોર, શીતલ પાર્ક સર્કલની બાજુમાં, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજાયેલ છે. ઉલ્લેખનીય છે કે એડવોકેટ કેતનભાઇ મંડના માર્ગદર્શન હેઠળ રેવન્‍યુ ક્ષેત્રે કેડી કંડારનાર દીપકભાઇ લાડવા પ્રજાપતિ સમાજમાં મોભાદાર સ્‍થાન ધરાવે છે. જ્ઞાતિ સમાજની અનેક સંસ્‍થાઓમાં સંકળાયેલા છે. તેમની નવી ઓફીસના મંગલ ઉદ્દઘાટન સમારોહમાં ઉદ્દઘાટક તરીકે મેયર ડો. પ્રદીપભાઇ ડવ (એડવોકેટ), પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પ્રજાપતિ સમાજના પ્રમુખ વલ્લભભાઇ ભરડવા ઉપસ્‍થિત રહેશે. આ નવા સાહસ બદલ એડવોકેટ દિપકભાઇ લાડવા (મો.૯૪ર૬૯ ૬૦૨૧૧) ને ઠેરઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

(11:45 am IST)