Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની કાયમી બીનશૈક્ષણિક જુનીયર કલાર્કની જગ્‍યા માટે નિઃશુલ્‍ક કાર્યશાળા

CCDCના ડો. નીકેશભાઇ શાહ અને આંબેડકર ચેરના ચેરમેન રાજાભાઇ કાથડના નેતૃત્વમાં યોજાશે કાર્યશાળા

રાજકોટ,તા.૧૧: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કાયમી બિનશૈક્ષણીક જગ્‍યાઓમાં જુનીયર કલાર્કની જગ્‍યાની તૈયારીઓ માટેની નિઃશૂલ્‍ક કાર્યશાળાના આયોજન માટેનો વિચાર સી.સી.ડી.સી.ના કોઓર્ડીનેટર ડો. નીકેશભાઈ શાહ અને આંબેડકર ચેરના ચેરમેનશ્રી ડો. રાજાભાઈ કાથડે કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબને આજરોજ વિચાર રજૂ કરેલ હતો.
આ તાલીમ માટેના સૂચનને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણીએ અનુમોદન આપી આ સુંદર વિચારને ઝડપથી કાયર્ાિન્‍વત કરવા માટે સૂચન કરેલ હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સૌપ્રથમવાર જુનીયર કલાર્કની જગ્‍યાઓ માટેની નિઃશૂલ્‍ક કાર્યશાળાનું તા. ૧૯-૫-૨૦૨૨ થી તા. ૨૯-૫-૨૦૨૨ સુધી સવારે ૮ થી ૧૦ દસ દિવસ માટે સી.સી.ડી.સી. ખાતે કરવામાં આવશે.આ નિઃશૂલ્‍ક કાર્યશાળામાં તાલીમ મેળવવા માટે આવતીકાલ તા. ૧૨-૫-૨૦૨૨ થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફીસીયલ વેબસાઈટ પરથી રજીસ્‍ટ્રેશન કરી શકાશે. આ કાર્યશાળાને સફળ બનાવવા માટે સી.સી.ડી.સી.ના કોઓર્ડીનેટર ડો. નીકેશભાઈ શાહ અને આંબેડકર ચેરના ચેરમેનશ્રી ડો. રાજાભાઈ કાથડ જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(3:14 pm IST)